આ ખેલાડી પર ગુસ્સે થયો સેહવાગ, શુભમન ગિલ પાસે શીખવાની સલાહ આપી

PC: thestatesman.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં દિલ્હી કેપિટલ્સ (DC)ની શરૂઆત કંઈ ખાસ રહી નથી અને તેને સતત 2 મેચ ગુમાવવી પડી છે. દિલ્હી કેપિટલ્સના ખરાબ પ્રદર્શનનું એક કારણ તેના બેટ્સમેન પણ રહ્યા છે જે રન બનાવવા માટે ઝઝૂમતા નજરે પડ્યા. ટીમના સ્ટાર ઑપનર પૃથ્વી શૉનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે અને તે બંને મેચમાં સંઘર્ષ કરતો નજરે પડ્યો. ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ મેચમાં પૃથ્વી શૉને 7 રનોના અંગત સ્કોર પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો.

મોહમ્મદ શમીના શૉટ બૉલને પૃથ્વી શૉએ દૂરથી જ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સારી રીતે ટાઇમ ન કરી શક્યો અને મિડ ઓન પર અલ્જારી જોસેફને કેચ પકડાવી બેઠો. પૃથ્વી શૉની બેટિંગ જોઈને ભારતીય ટીમના પૂર્વ ઑપનર વિરેન્દર સેહવાગ નારાજ નજરે પડ્યા. વિરેન્દર સેહવાગે કહ્યું કે, પૃથ્વી શૉએ પોતાના કરિયરમાં આગળ વધવા માટે શુભમન ગિલ પાસે શીખ લેવી જોઈએ. વિરેન્દર સેહવાગે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, તે ઘણી વખત એ પ્રકારના શૉટ રમીને આઉટ થયો છે, પરંતુ તેણે પણ પોતાની ભૂલોથી શીખવું જોઈએ.

વિરેન્દર સેહવાગે કહ્યું કે, શુભમન ગિલને જોય, જેણે તેની સાથે અંડર-19 ક્રિકેટ રમી હતી. શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વન-ડે અને T20 રમી રહ્યો છે, પરંતુ પૃથ્વી શૉ અત્યારે પણ IPLમાં સંઘર્ષ કરી રહ્યો છે. આ જ સમય છે જ્યારે પૃથ્વી શૉએ શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની જેમ, IPLમાં નિરંતરતા દેખાડાવી પડશે. તેણે આ IPL પ્લેટફોર્મનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો પડશે અને રન બનાવવા પડશે. ઋતુરાજ ગાયકવાડે પણ  IPLની એક સીઝનમાં 600 રન બનાવ્યા, શુભમન ગિલે પણ જબરદસ્ત રન બનાવ્યા.

એટલે પૃથ્વી શૉએ પણ પોતાની IPLમાં નિરંતર સારા સ્કોર કરવા પડશે. મંગળવારે (4 એપ્રિલના રોજ) જ્યારે પૃથ્વી શૉ આઉટ થયો તો મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ આ યુવા ખેલાડીની ટેક્નિકલી ખામી બાબતે વાત કરી હતી. સુનિલ ગાવસ્કરે કમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, એક વખત ફરી એ બેકફૂટે તેને પોવિલિયન જવા પર મજબૂર કરી દીધો છે. તે જરાય હલતો નથી. IPL 2023ની પોતાની પહેલી મેચમાં પૃથ્વી શૉએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ 12 રન બનાવ્યા હતા. એ મેચમાં તેને માર્ક વૂડે આઉટ કરી દીધો હતો. પૃથ્વી શૉએ અત્યાર સુધી 65 IPL મેચોમાં 24.72ની એવરેજ 147.3ની સ્ટ્રાઈક રેટથી 1607 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 12 અડધી સદી નીકળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp