પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર, પાક.ખેલાડીએ કહ્યું- PCB નથી ઇચ્છતું કે અમે જીતીએ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023માં આશા મુજબ પ્રદર્શન કરી શકી નથી. બાબર આઝમની આગેવાનીમાં ટીમ અત્યાર સુધી 6માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ખેલાડીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBને સવાલોના ઘેરામાં ઊભું કર્યું છે. ખેલાડીનું કહેવું છે કે, બોર્ડ નથી ઇચ્છતું કે અમે જીતીએ. પાકિસ્તાની ટીમનું સેમીફાઇનલમાં જવાનું ખૂબ મુશ્કેલ છે. તેને અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે પણ હારનો સામનો કરવું પડ્યું.
પાકિસ્તાની ટીમ પોતાની સાતમી મેચમાં 31 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. Cricbuzzના રિપોર્ટ મુજબ, પાકિસ્તાની ટીમના એક સીનિયર ખેલાડીએ કહ્યું કે, બોર્ડ ઈચ્છે છે કે ટીમ નિષ્ફળ થાય. તે નથી ઇચ્છતું કે અમે વર્લ્ડ કપ જીતીએ, જેથી તે ટીમમાં બદલાવ કરી શકે અને ખેલાડીઓને કંટ્રોલ કરી શકે. તેનાથી તે પોતાના હિસાબે ટીમને ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત દિવસોમાં એક રીલિઝ જાહેર કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીફ સિલેક્ટર ઇંઝમામ ઉલ અને કેપ્ટન બાબર આઝમને ટીમ પસંદ કરવાની પૂરી આઝાદી આપવામાં આવી હતી. પાકિસ્તાન ખેલાડીએ કહ્યું કે, ટીમની અંદર ખેલાડીઓ વચ્ચે જે દલિલ કે અસહમતી થાય છે, તે ખૂબ સામાન્ય છે. અમે એટલા પરિપક્વ છીએ કે તેને પહોંચીવળી શકીએ છીએ. અમને બાહ્ય હસ્તક્ષેપની જરૂરિયાત નથી. અમે સમજીએ છીએ કે વર્લ્ડ કપ અમારા માટે શું મહત્ત્વ ધરાવે છે અને તેને જીતવા માટે અમારે એક સાથે રમવું પડશે, પરંતુ જો બોર્ડના કેટલાક સ્વાર્થી લોકો અમારી વાતો લીક કરે છે તો તેની અસર ટીમ પર પડે છે.
ખેલાડીએ આગળ કહ્યું કે, અમે બધા વિવાદથી દૂર રહેવા માગીએ છીએ. સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર્સની નિંદાની પણ અમારા પર અસર થાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા લેટર જાહેર કરવું ક્યાંયથી પણ સારું નથી. જો કેપ્ટન કે સિલેક્ટરથી ટીમ ન પસંદ થઈ તો કોણે કરી? ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન જકા અશરફે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ઉપ કેપ્ટન સહિત ખેલાડી સારું પ્રદર્શન કરતા નથી, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp