વિરાટ કોહલી પર આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યો ગંભીર આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ

PC: iplcoverage.in

(VIRAT KOHLI) IPL 2023ની મેચ અંતગર્ત સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલરુ (RCB) અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી મેચ એકદમ રસાકસી ભરી રહી હતી અને LSGએ છેલ્લી બોલમાં RCBના મોંઢામાંથી કોળિયો છીનવી લીધો હતો અને 1 વિકેટથી જીત હાંસલ કરી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં IPLની આ સિઝનમાં બીજી અડધી સદી ફટકારી હતી. આ વચ્ચે એક દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલી પર ગંભીર આરોપ લગાવ્યો છે જેને કારણે ક્રિક્રેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

સોમવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમ પર રમાયેલી RCB અને LSG વચ્ચેની મેચમાં પહેલી બેટીંગ RCBએ કરી હતી અને વિરાટ કોહલીએ શાનદાર શરૂઆત કરી હતી. વિરાટે 44 બોલમાં 61 રન ફટકાર્યા હતા. પરંતુ આમ છતા ન્યુઝીલેન્ડ ક્રિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન સાઇમન ડૂલે વિરાટ કોહલીની આલોચના કરી છે. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ કહ્યું હતું કે, કોહલીને માત્ર તેના રેકોર્ડની જ ચિંતા હોય છે. ડૂલના આ નિવેદન પછી ભારે બબાલ મચી ગઇ છે.

લખનૌ સુપર જાયન્ટસ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શરૂઆતમાં 25 બોલમાં 42 રન મારી દીધા હતા. પરંતુ એ પછી હાફ સેન્ચુરી માટે 8 રન પુરા કરવા માટે કોહલીને 10 બોલનો સામનો કરવો પડ્યો હતો. એવા સમયે સાયમને કોમેન્ટ્રી કરતા કહ્યું કે, વિરાટ કોહલીએ શરૂઆત તો હાઇસ્પીડ ટ્રેનથી કરી હતી, તે તાબડતોડ શોટ મારી રહ્યો હતો અને એવું લાગતું હતું કે તે હથોડા વિંઝી રહ્યો છે. પરંતુ 42 રનથી 50 રન સુધી પહોંચતા વિરાટે 10 બોલ રમી. એવું લાગતું હતું કે તે પોતાના રેકોર્ડ માટે ચિંતિત હતો. સાયમને આગળ કહ્યું કે, મને નથી લાગતુ કે આ રમતમાં આવી વાત માટે કોઇ જગ્યા છે. તમારે લગાતાર રન બનાવતા રહેવું પડે, ખાસ કરીને જ્યારે તમારી પાસે વિકેટ બચેલી હોય.

બેંગલુરુનવા એમ ચિન્નાસ્વામી સ્ટેડીયમ પર સોમવારે સાંજે રમાયેલી મેચમાં લખનૌ ટીમના કેપ્ટન  કે એલ રાહુલે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યુ હતુ. RCBની ટીમે પહેલી બેટીંગ કરી હતી જેમાં વિરાટના 61 રન, કેપ્ટન ડુપ્લેસીના 79 ( નોટઆઉટ) અને ગ્લેન મેક્સવેલે 59 રન બનાવ્યા હતા. RCBએ 2 વિકેટના નુકશાને 212 રન ખડકી દીધા હતા.

શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ મેચ RCBના હાથમાં જશે, પરંતુ માર્કસ સ્ટોયનીસે જબરદસ્ત બેટીંગ કર્યું અને 65  રન મારી દીધા હતા. એ પછી નિકોલસ પૂરને તો ધુંઆધાર બેટીંગ કર્યું હતું અને ફાસ્ટેસ્ટ ફીફ્ટીનો બીજા નંબરનો રેકોર્ડ  બનાવી દીધો હતો પૂરણે 2ન માર્યા હતા. છેલ્લી 2 બોલમાં રવિ બિશ્નોઇએ એક બોલ પર બે રન લઇ લીધા પછી ટાઇ થઇ હતી અને છેલ્લો બોલ બાકી હતો. સિરાજે 20મી ઓવર નાંખી હતી અને LGSના ખેલાડીઓ એક રન ભાગીને જીત મેળવી લીધી હતી. એકદમ રસાકસી ભરી મેચ બની ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp