પાકિસ્તાની ક્રિકેટરનું છલકાયું દર્દ, બોલ્યો- ભારતમાં અમને સપોર્ટ નહીં મળે એટલે..

ભારતની મેજબાનીમાં આ વર્ષે 5 ઑક્ટોબરના રોજ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે, જે 14 ઓકટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન સરકારે ભારત પ્રવાસ માટે પોતાની ટીમને મંજૂરી આપી દીધી છે, પરંતુ અહીં ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર એ હશે કે તેમને ભારતમાં વધારે સપોર્ટ નહીં મળી શકે.
આ વાત પોતે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાને પણ માની છે. શાદાબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન માટે વર્લ્ડ કપ રમવો ગર્વની વાત હશે. મને લાગે છે કે, ઘણા ખેલાડી હશે જે પહેલી વખત ભારત જઈ રહ્યા હશે. અત્યારે ટીમની જાહેરાત થઈ નથી, પરંતુ અમે એ (એશિયા કપના) હિસાબે જોઈ શકીએ છીએ. ઘણી વસ્તુ બદલાઈ પણ શકે છે. મને લાગે છે કે પાકિસ્તાન ટીમાં જેટલા પણ ખેલાડી રિપ્લેસ કરવામાં આવ્યા છે તેઓ ભારતમાં રમ્યા નથી.
શાદાબ ખાને કહ્યું કે, નિશ્ચિત રૂપે અમને ખબર છે કે ત્યાં (ભારતમાં) અમને દર્શકોનો સપોર્ટ નહીં મળે. એ હિસાબે અમારે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ થવું પડશે. અમારી પાસે જેટલા ખેલાડી છે, તેઓ મેન્ટલી સ્ટ્રોંગ છે, તો આ ટૂર્નામેન્ટ શાનદાર થવાનું છે. ભારતમાં જઈને પ્રદર્શન કરવા પર શાદાબ ખાને કહ્યું કે, બિલકુલ આ વર્લ્ડ કપ અને ભારત-પાકિસ્તાન મેચની પહેલાથી જ હાઇપ બની ચૂકી છે. બધી મેચ જ ભારતમાં રમાવાની છે તો ત્યાં એન્જોઈ કરીશું. વર્લ્ડ કપ જીતવાની વાત કરતા તેણે કહ્યું કે, એ સોના પર સુહાગો થઈ જશે.
જે પણ ટીમ આવશે તે ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે. વાત એ જ છે કે ટીમ તરીકે તમે કેવી રીતે રમો છો. તમારે દરેક ટીમ સાથે રમવું પડશે. દરેક ટીમ ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે, પરંતુ જે સારું રમશે એ જ જીતશે. મુખ્ય પ્રતિદ્વંદ્વી ભારતીય ટીમને પોતાના ઘરેલુ મેદાનનો ફાયદો મળશે? તેના પર શાદાબે કહ્યું કે, જુઓ આ સવાલ તો બનતો જ નથી. તમને ખબર છે કે તમે પણ ઇચ્છશો કે જે પણ હોય તમને ભારતથી તો જીતવું જ જોઈએ. આખું પાકિસ્તાન પણ એ જ ઈચ્છે છે કે ભારત સામે જીતવું જોઈએ. મારું પર્સનલ મંતવ્ય છે કે નિશ્ચિત રૂપે અમે ભારત સામે જીતવા માગીશું. ભારત સામે જીતી શકતા નથી તો અમારું મુખ્ય લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp