પાક ખેલાડી શાદાબે જણાવ્યું કયા ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવી મુશ્કેલ છે

પાકિસ્તાનની ટીમ હાલમાં ચિંતામાં છે. તેઓ એશિયા કપની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી શક્યા નહીં. આ ઉપરાંત વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 346 રનનો ટાર્ગેટ પણ તેઓ ડિફેન્સ કરી શક્યા નહીં. પાકિસ્તાન માટે લેગ સ્પિનર શાદાબ ખાનનું બોલિંગ ફોર્મ ચિંતાનો વિષય છે.
પાકિસ્તાને મંગળવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ પાકિસ્તાન માટે અગત્યની રહેશે. શાદાબ ખાન પણ ફોર્મમાં ફરી આવવાની કોશિશ કરશે. 24 વર્ષીય શાદાબ ખાને પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે.
તેણે કહ્યું કે, એશિયા કપ સારો ગયો નથી. પણ ક્રિકેટની સુંદરતા જ આ છે કે તમે પોતાની ભૂલોથી શીખો છો અને હંમેશા સારી ક્રિકેટ રમવાનો અવસર બની રહે છે. એશિયા કપ હાર્યા પછી અમે સારો વિશ્રામ કર્યો અને મારું માનવું છે કે, આ શૈલીથી વધારે માનસિકાતાની રમત છે. હવે વર્લ્ડ કપ રમાવાનો છે. તમે સારા નિર્ણયો ત્યારે જ લેશો જ્યારે માનસિક રીતે તમે રાહતમાં રહેશો.
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત 6 ઓક્ટોબરથી નેધરલેન્ડ્સ સામે કરશે.
પાકિસ્તાનના વાઇસ કેપ્ટન અને લેગ સ્પિનર શાદાબ ખાને ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, તેની સામે બોલિંગ કરવી ઘણી મુશ્કેલ છે. સાથે જ શાદાબે કુલદીપ યાદવને સૌથી ખતરનાક ભારતીય બોલર ગણાવ્યો છે. કુલદીપ યાદવ આ સમયે ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે એશિયા કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ મેળવ્યો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડમાં છેલ્લીવાર મેચ રમાઇ હતી. જેમાં શાદાબ ખાનનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું.
ખેર, રોહિત શર્મા વિશે શાદાબ ખાને કહ્યું કે, હું રોહિત શર્માને ઘણો માનું છું. તે દુનિયાના ટોચના બેટ્સમેનોમાંથી એક છે. તેની સામે બોલિંગ કરવી અઘરી છે. એકવાર તે ક્રીઝ પર જામી જાય તો તે ખતરનાક બની જાય છે. બોલરોમાં મને કુલદીપ યાદવે ઘણો પ્રભાવિત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp