શાહીન બન્યો શાહીદ આફ્રિદીનો જમાઇ, બાબર-સરફરાઝ પણ દેખાયા, જુઓ વીડિયો
ક્રિકેટ જગતમાં હાલના દિવસોમાં લગ્નનો દૌર ચાલી રહ્યો છે. પાકિસ્તાની ટીમનો સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. શાહીન આફ્રિદીએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીની દીકરી અંશા સાથે લગ્ન કર્યા છે. શાહીન અને અંશાના આ લગ્ન 3 ફેબ્રુઆરીના રોજ કરાચીમાં થયા હતા, જે પાકિસ્તાન સહિત રમત જગતમાં ખૂબ ચર્ચામાં રહ્યા. આ લગ્નમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ, શાદાબ ખાન અને પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ સહિત ઘણા સ્ટાર ખેલાડી સામેલ થયા હતા.
આ બધાએ શાહીન શાહ આફ્રિદીની જાનમાં પણ જોરદાર શોભા વધારી. તેના ઘણા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીની સગાઇ બે વર્ષ અગાઉ જ કરી દેવામાં આવી હતી. કોરોના અને લોકડાઉનના કારણે લગ્ન થઇ શક્યા નહોતા.
હવે ખૂબ ધામધૂમથી સિટી ઓફ લાઇટ કહેવાતા કરાચી શહેરમાં લગ્ન થયા છે. શાહીન આફ્રીદી અને મહેમાનોના ઘણા ફોટો વાયરલ થયા છે. અંશા પહેલા ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ શાહિદ આફ્રિદીની મોટી દીકરી અક્શાના લગ્ન થયા હતા.
Daughter is the most beautiful flower of your garden because they blossom with great blessing. A daughter is someone you laugh with, dream with, and love with all your heart. As parent, I gave my daughter in Nikkah to @iShaheenAfridi, congratulations to the two of them😘 pic.twitter.com/ppjcLllk8r
— Shahid Afridi (@SAfridiOfficial) February 4, 2023
Congratulations Super Star @iShaheenAfridi on your Nikah Ceremony... Masha Allah 🎊😍👏❤️🙌🙌🙌
— Qadir Khawaja (@iamqadirkhawaja) February 3, 2023
اللہ کریم آپ دونوں کو اتفاق اور محبت سے رہنا نصیب فرمائے آمین ثم آمین#ShaheenShahAfridi #anshaafridi pic.twitter.com/zJgKXZwPs2
કરાચીમાં અક્શાના લગ્ન નસિર નાસિર ખાન સાથે થયા. આફ્રિદીના ઘરે આ આયોજનમાં શાહીન આફ્રિદી પણ સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં હાલના દિવસોમાં ધમજેદાર અંદાજમાં લગ્નની સીઝન ચાલી રહી છે.
છેલ્લા એક-બે મહિનામાં ભારતીય અને પાકિસ્તાની ટીમને 5 સ્ટાર ક્રિકેટર્સ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ગયા મહિને જ પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રાઉફે મોડલ મુજ્ના મસૂદ સાથે લગ્ન કર્યા હતા.
Congratulations to Shaheen Afridi once again ❤️ (📸: @faizanlakhani) pic.twitter.com/G85jG7xoOg
— Farid Khan (@_FaridKhan) February 3, 2023
"Qabool Hai, Qabool Hai"#NewBeginings #ShaheenShahAfridi pic.twitter.com/4kiswYI0iG
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
ત્યારબાદ પાકિસ્તાનના જ બેટ્સમેન શાન મસૂદે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિશા ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે શાદાબ ખાને પાકિસ્તાની ટીમના કોચ સકલૈન મુશ્તાકની દીકરી સાથે લગ્ન કર્યા હતો. પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં એક સાથે શરણાઇઓ વાગી. 23 જાન્યુઆરીના રોજ ભારતીય સ્ટાર ખેલાડી કે.એલ. રાહુલ અને પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને લગ્ન કર્યા. ત્યારબાદ અક્ષર પટેલે 26 જાન્યુઆરીના રોજ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp