આફ્રિદીએ ફરી ઝેર ઓક્યૂં, બોલ્યો- પાકિસ્તાની સેનાનો સાથ આપો નહીં તો કાશ્મીર...

PC: crictoday.com

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શહીદ આફ્રિદી ફરી એક વખત કશ્મીરના મુદ્દા પર ઝેરી નિવેદન આપ્યું છે. પૂર્વ ક્રિકેટરે કાશ્મીરની તુલના ફિલિસ્તીન સાથે કરી દીધી. તેણે કહ્યું કે, જોઈ લો ઇઝરાયલે ફિલિસ્તીનની શું હાલત કરી દીધી. પાકિસ્તાની સેનાના ભરપેટ વખાણ કરતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, આપણે તેનો સાથ આપવો જોઈએ. શાહિદ આફ્રિદીએ સામા ટી.વી. પર કહ્યું કે, મને આજ સુધી સમજ પડી નથી કે રાજકારણીઓની જે ભૂમિકા છે તે દેશની પ્રગતિ કરવાની છે.

આપણો દેશ કેમ સસ્ટેનેબલ નહીં બની શકે? આ દેશની સ્થિતિને જોતા મારા બાળકો સવાલ કરે છે કે, પપ્પા આ શું થઈ રહ્યું છે દેશમાં? શાહિદ આફ્રિદી કહ્યું કે, આપણે ક્યાં સુધી એકબીજા સાથે ઝઘડતા રહીશું. આપણે પોતે આ દેશના દુશ્મન છીએ. પાકિસ્તાની આર્મીની આ દેશ માટે મોટી કુરબાની છે. આ વાત રાજકારણીઓ કેમ માનતા નથી. જો પાકિસ્તાનની સેના ન હોત તો આઝાદી શું હોય છે એ ફિલિસ્તાનીઓને પૂછો. કાશ્મીરીઓને પૂછો, આપણે સેના સાથે ઊભા થવાનું છે.

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ગયા વર્ષે પણ કાશ્મીર પર ઝેરી ટ્વીટ કરી હતી. મોટા ભાગે તે ભારત વિરુદ્ધ ઝેરી નિવેદન આપતો રહે છે અને પોતાની સેનાને સમર્થન આપે છે. એમ પહેલી વખત નથી કે શાહિદ આફ્રિદી ભારત વિરુદ્ધ એવું બોલ્યો છે. ઘણી વખત તે કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ ટ્વીટર પોસ્ટ અને વીડિયોના માધ્યમથી બફાટ કરે છે. જ્યારે આફ્રિદીને પૂછવામાં આવ્યું કે નિવેદન કેમ આપી રહ્યો છે તો તેણે કહ્યું કે, જો કોઈ પર અત્યાચાર થશે તો તેના માટે હું જરૂર કહીશ.

તે બોલ્યો- ભારત માનવાધિકાર હનન વિરુદ્ધ નિંદા કરનારાઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરે છે. તે યાસીન મલિકના પ્રયાસોને ઓછા નહીં કરી શકે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરી હતી. પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં શાહિદ આફ્રિદી એમ કહેતો નજરે પડી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે દૂસ્સાહસ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે કાયર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp