અફઘાનિસ્તાન સામે હાર બાદ બાબર પર ભડક્યો આફ્રિદી, 12 બોલમાં 4 રન જોઇએ અને તમે...

PC: indiatimes.com

વનડે વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે એકતરફી હાર મળી હતી. ત્યાર પછીથી જ કેપ્ટન બાબર આઝમની સતત ટીકા થઇ રહી છે. બાબરે લોકોને કડી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે શાહિદ આફ્રિદીએ પણ બાબરને આડે હાથે લીધો છે અને અફઘાનિસ્તાન સામેની મેચમાં તેની કેપ્ટન્સીને લઇ સવાલો ઊભા કર્યા છે.

22 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં પાકિસ્તાનને અફઘાનિસ્તાને પહેલીવાર વનડે ફોર્મેટમાં હરાવવાનો કારનામો કર્યો અને 8 વિકેટ રહેતા 283 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કરી લીધો. આ મેચમાં પાકિસ્તાન મોટો સ્કોર કરી શકી નહીં પણ પાકિસ્તાનના બોલરોએ જે રીતની બોલિંગ અને પાક ટીમે જે રીતે ફીલ્ડિંગ કરી તેણે સૌ કોઈને હેરાનીમાં મૂકી દીધા. તો કેપ્ટન બાબર આઝમની પાસે પણ કોઇ અન્ય યોજના જોવા મળી નહીં અને તેની ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. ત્યાર પછી પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો જરા અઘરો થઇ ગયો છે.

શાહિદ આફ્રિદીનું માનવું છે કે, બાબર કેપ્ટનના રૂપમાં આક્રમક ફીલ્ડ સેટ કરી અફઘાનિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવી શક્યો નહીં. સાથે જ તેણે આ બાબતે ઓસ્ટ્રેલિયા ટીમ પાસેથી શીખ લેવી જોઇએ.

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, દબાણ બનાવવું કેપ્ટનનું કામ છે. એક ફાસ્ટ બોલર બોલિંગ કરી રહ્યો છે અને કોઇ સ્લીપ જ નથી?  12 બોલમાં 4 રન જોઇએ છે અને તમે પ્રેશર બનાવવાના સ્થાને પાછળ હટી ગયા. ઓસ્ટ્રેલિયનો શું કરે છે. તેઓ એકથી બે વિકેટ લે છે અને પછી પોતાના બધા ખેલાડીઓને પ્રેશર બનાવવા માટે એક સર્કલમાં લાવે છે, જેવું તેમણે પાકિસ્તાન સામેની મેચમાં કર્યું હતું. પોતાની રાષ્ટ્રીય ટીમની કેપ્ટન્સી કરવી સન્માનની વાત છે. પણ આ સરળ કામ નથી. જ્યારે તમે સારું કરો છો તો સૌ કોઈ પ્રશંસા કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં વર્લ્ડ કપ પછી બાબર આઝમના સ્થાને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને કેપ્ટન્સી સોંપવાની ચર્ચા ચાલી રહી છે. આફ્રિદીએ પોતાની કેપ્ટન્સીમાં લાહોર કલંદર્સને બેવાર ખિતાબ જીટાડ્યો હતો, આ કારણે તેની દાવેદારી મજબૂત નજર આવી રહી છે. જોકે, અત્યાર સુધીમાં આ વિશે આધિકારિક રીતે કશું પણ કહેવામાં આવ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં કેટલે સુધી આગળ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp