આફ્રિદી કેમ બોલ્યો- BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે

PC: crictoday.com

પાકિસ્તાન તરફથી સતત ધમકીઓ મળ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપને લઈને પોતાના મંતવ્ય પર અડગ અને કાયેમ છે. ભરતી ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ વન-ડે વર્લ્ડ કપ બહિષ્કાર કરવા સુધીની ધમકી આપી નાખી છે, પરંતુ BCCI તેની વાતો પર મહત્ત્વ આપી રહ્યું નથી. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાને તેની વિરુદ્ધ ઊભું થવું જોઈએ. તેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે, પરંતુ તે પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મધ્યસ્થ સિલેક્ટર રહેલા શાહિદ આફ્રિદીને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એશિયા કપ 2023ને લઈને ભારતના વિચારો પર સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, જો કોઈ પોતાના પગ પર ઊભું થઈ શકતું નથી તો પછી આ પ્રકારના સખત નિર્ણય લેવાનું સરળ હોતું નથી. તેમણે ઘણી વસ્તુ જોવાની હોય છે. ભારત જો આંખો દેખાડી રહ્યું છે કે એટલું સખત સ્ટેન્ડ લઈ રહ્યું છે તો તેણે પોતાને એટલું મજબૂત બનાવી લીધું છે એટલે તે આ પ્રકારની વાત કરી શકે છે, નહીં તો તેની હિંમત ન થતી.

કુલ મળીને વાત એ છે કે તમારે પોતાને મજબૂત બનાવવાના છે અને પછી નિર્ણય લેવાનો છે. શાહિદ આફ્રિદીએ આગળ કહ્યું કે, મને નથી લાગતું કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવશે. શું આપણે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું? પરંતુ આપણે ક્યારેક ને ક્યારેક સ્ટેન્ડ લેવાની જરૂરિયાત હતી. એવામાં ICCની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, તેણે આગળ આવવું જોઈએ, પરંતુ હું કહી દઉં કે BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર તેને લઈને પોતાનો વિચાર રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, એશિયા કપ પાકિસ્તાનમાં થવાનો હતો, પરંતુ ભારતે જાહેરાત કરી હતી કે જો તે પાકિસ્તાનમાં થાય છે, તો અમે તેમાં હિસ્સો નહીં લઈએ. જો તમે ઈચ્છો છો કે અમે હિસ્સો લઈએ તો વેન્યુ બદલો, પરંતુ આપણે એમ ઘણી વખત થતા જોયું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે, અમે તેમને ત્યાં નહીં જઈએ તો તેઓ કહેશે કે તેઓ પણ આપણે ત્યાં નહીં આવે. આ પ્રકારે પાકિસ્તાને કહ્યું છે કે, તે પણ વર્લ્ડ કપ માટે નહીં આવે, પરંતુ મને લાગે છે કે એ સંભવ નથી. છેલ્લો નિર્ણય એશિયા કપ શ્રીલંકામાં થઈ શકે છે. તે 50 ઓવરના વર્લ્ડ કપ માટે એક મહત્ત્વપૂર્ણ લીડ અપ છે. દુબઈમાં ટૂર્નામેન્ટ થઈ ચૂક્યું છે. જો તેને શ્રીલંકા લઈ જવામાં આવે છે તો મને ખુશી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp