આફ્રીદીની ડંફાસ-પાકમાં સુરક્ષાની કોઈ ચિંતા નથી, ભારતમાં અમને જોખમ રહેતું હતું

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને વધારે જવાબદારી દેખાડાવી જોઈએ કેમ કે તે ખૂબ મજબૂત બોર્ડ છે અને ક્રિકેટ રમનારા દેશો વચ્ચે સંબંધોને સામાન્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિકેટ થવા દેવાનો અનુરોધ કરશે. તેણે આગળ કહ્યું કે, હું મોદી સાહેબને વિનંતી કરીશ કે બંને દેશો વચ્ચે ક્રિકેટ થવા દે. શાહિદ આફ્રિદીએ દોહામાં લિજેન્ડસ લીગ ક્રિકેટ (LLC)ની વિરુદ્ધ આ વાત કહી.

શાહિદ આફ્રિદીએ કહ્યું કે, ‘જો આપણે કોઈ સાથે મિત્રતા કરવા માગીએ છીએ અને તે આપણી સાથે વાત નથી કરતો તો આપણે શું કરી શકીએ છીએ? તેમાં કોઈ શંકા નથી કે BCCI ખૂબ મજબૂત બોર્ડ છે, પરંતુ જ્યારે તમે મજબૂત હો છો તો તમારા પર વધારે જવાબદારી હોય છે. જ્યારે તમે વધારે મિત્ર બનાવવા માગો છો તો તમે મજબૂત બનો છો. શું તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને નબળું માને છે? એમ પૂછવામાં આવતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હું નબળું નહીં કહું, પરંતુ કેટલાક જવાબ સામે (BCCI)થી પણ આવે.

શાહિદ આફ્રિદીનું માનવું છે કે, ક્રિકેટ સૌથી સારી કૂટનીતિ છે અને બંને ટીમોએ એક-બીજાને મજબૂત કરવી જોઈએ. ભારતીય ખેલાડીઓ સાથે તેના બધા મધુર સંબંધ છે. એક અન્ય દિવસ ભારતના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ મને બેટ આપી. તે કહે છે કે ભારતીય ટીમમાં અત્યારે પણ તેના મિત્ર છે. તેણે કહ્યું કે, જ્યારે અમે મળીએ છીએ તો અમે ચર્ચા કરીએ છીએ. એક દિવસ હું સુરેશ રૈનાને મળ્યો અને મેં બેટ માગી. તેણે મને બેટ આપી. લાંબી વાતચીતમાં આફ્રિદી પ્રેમ વહેચવાનો દબાવ બનાવતો રહ્યો.

તેણે વર્ષ 2005ની સીરિઝ યાદ કરી, જ્યારે ભારતીય ક્રિકેટર પાકિસ્તાનમાં બહાર નીકળતા હતા ને કંઈક ખરીદતા હતા તો કોઈ પણ પાકિસ્તાની દુકાનદાર તેમની પાસે પૈસા લેતો નહોતો. આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં સુરક્ષાની કોઈ ચિંતા નથી કેમ કે હાલના દિવસોમાં ઘણી ઇન્ટરનેશનલ ટીમોએ તેમના દેશનો પ્રવાસ કર્યો છે. જ્યાં સુધી પાકિસ્તાનમાં સુરક્ષાનો સવાલ છે તો અમારે ત્યાં હાલમાં જ ઘણી ઇન્ટરનેશનલ ટીમોએ પ્રવાસ કર્યો. અમને પણ ભારતમાં સુરક્ષાનું જોખમ રહેતું હતું, પરંતુ બંને દેશોની સરકારો પાસેથી મંજૂરી મળે છે તો પ્રવાસ થશે. જો પ્રવાસ થતો નથી તો અમે એ લોકોને ચાંસ આપીશુ. એ લોકો તો બસ એમ જ ઈચ્છે છે કે અમારી વચ્ચે ક્રિકેટ ન થાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.