એક જ દિવસે સસરા-જમાઇએ મચાવ્યો કહેર, આ કારનામું જોઇ ફેન્સ ચોંક્યા, જુઓ વીડિયો

PC: a-sports.tv

'જેવા સસરા, તેવા જમાઈ..' જી હાં આ કહેવત સાચી સાબિત થઈ છે. શાહીન અને શહીદ આફ્રિદી સંબંધોમાં જમાઈ અને સસરા લાગે છે. બંનેએ એક જ દિવસે ક્રિકેટના મેદાનમાં હાહાકાર મચાવીને ક્રિકેટ જગતને હેરાન કરી દીધું છે. કેનેડા T20માં શાહિદ આફ્રિદીએ પોતાની બોલિંગથી 2 વિકેટ લીધી તો બીજી તરફ ‘ધ હન્ડ્રેડ’માં શાહીન આફ્રિદીએ પોતાની બોલિંગથી કમાલ કરી અને 2 બૉલમાં 2 વિકેટ લઈને ધમાકો કરી દીધો. શહીદ આફ્રિદી ગ્લોબલ T20 કેનેડામાં રમી રહ્યો છે.

2 ઓગસ્ટના રોજ રમાયેલી મેચમાં શહીદ આફ્રિદી ટોરન્ટો નેશનલ તરફથી રમી રહ્યો હતો. ત્યાં તેણે વેનકુવર નાઇટ્સ વિરુદ્ધ મેચમાં 4 ઓવરની બોલિંગ કરી અને આ દરમિયાન 16 રન આપીને 2 વિકેટ લીધી. વેનકુવર નાઇટ્સની ટીમે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ પર 128 રન બનાવ્યા, ત્યારબાદ ટોરન્ટો નેશનલની ટીમ 15.5 ઓવરમાં 103 રન જ બનાવી શકી અને આ મેચ વેનકુવર નાઇટ્સ 25 રનથી જીતવામાં સફળ રહી.

હવે વાત કરીએ જમાઈ શાહિદ આફ્રિદીની. તેને 'ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટની મેચમાં વેલ્શ ફાયર તરફથી રમતા તેણે મેનચેસ્ટર ઓરિજિનલ વિરુદ્ધ 10 બૉલમાં 2 વિકેટ લઈને હાહાકાર મચાવી દીધો. શાહીન આફ્રિદીએ સતત 2 બૉલ પર 2 વિકેટ લીધી હતી. તેણે ફિલિપ સાલ્ટ અને લૌરી ઇવેન્સને 0 રન પર આઉટ કરીને કાર્ડિફના મેદાન પર ધમાકો કરી દીધો. આ મેચમાં પહેલા વેલ્શ ફાયરે બેટિંગ કરી હતી  પહેલા બેટિંગ કરતા તેણે 3 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા હતા, પરંતુ વરસાદના કારણે મેચને 40-40 બૉલની કરી દેવામાં આવી.

ત્યારબાદ મેનચેસ્ટર ઓરોજિનલની ટીમે 40 બૉલમાં 2 વિકેટ ગુમાવીને 85 રન જ બનાવી શકી અને આ રીતે વેલ્શ ફાયરે જીત હાંસલ કરી. બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 10 બૉલમાં 2 સ્પેલ કરી, જેમાંથી પહેલા 5 બૉલમાં 7 રન આપીને તેણે 2 વિકેટ પોતાના નામે કરી. તો શાહીન આફ્રિદીએ આગામી 5 બૉલમાં 18 રન ખર્ચ કરી નાખ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp