શાકિબ અલ હસન પર લગાવવામાં આવ્યો દંડ, મોટું કારણ આવ્યું સામે

PC: twitter.com/FanCode

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની હાલની સીઝન દરમિયાન અમ્પાયર સાથે બહેસ કરવા માટે દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેના પર દંડ લગાવવામાં આવ્યો છે. એ સિવાય અનામુલ હક અને નુરૂલ હસન ઉપર પણ દંડ લગાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગની હાલની સીઝનની ચોથી મેચમાં શાકિબ અલ હસન અમ્પાયર સાથે બહેસબાજી કરતા જોવા મળ્યો હતો. અમ્પાયરે એક બૉલને વાઇડ બૉલ આપ્યો નહોતો.

આ કારણે શાકિબ અલ હસન ખૂબ ગુસ્સામાં હતો અને આ જ કારણે તે ચર્ચામાં પણ આવ્યો હતો. 16મી ઓવરના ચોથા બૉલ પર એક બાઉન્સર નાખવામાં આવ્યો, જે ખૂબ ઉપર હતો, પરંતુ અમ્પાયરે તેને વાઇડ ન આપ્યો. ત્યારબાદ શાકિબ અલ હસન ગુસ્સે ભરાઇ ગયો અને તે ખૂબ જ આક્રમક મૂડ સાથે લેગ અમ્પાયર તરફ જવા લાગ્યો અને તેમને વાઇડ ન આપવાનું કારણ પૂછવા લાગ્યો.

શાકિબ અલ હસન લેગ અમ્પાયર પાસે સુધી ગયો અને થોડા સમય બાદ ખૂબ મોટેથી બહેસ કરી અને પછી પીચ પર આવતો રહ્યો. જો કે, શાકિબ અલ હસનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ ગયો. શાકિબ અલ હસન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના કોડ ઓફ કંડક્ટ હેઠળ દોષી સાબિત થયો. આ બંને ખેલાડીઓએ અમ્પાયરના નિર્ણયને માનવાની ના પાડી દીધી હતી. તો અણમૂલ હકની જો વાત કરીએ તો તેણે અમ્પાયરના નિર્ણયથી અસહમતી દર્શાવી હતી અને આ કારણે આ ત્રણેય ખેલાડીઓ ઉપર 15 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.

આ પહેલી વખત નથી, જ્યારે શાકિબ અલ હસન મેદાનમાં આ પ્રકારે ગુસ્સામાં નજરે પડ્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત ગુસ્સામાં આવી ચૂક્યો છે. શાકિબ અલ હસને એક નિવેદનમાં કહ્યું હતું કે, જો તેમણે મને BPLના CEO બનાવ્યા તો મને બધુ સારું કરવામાં એક કે બે મહિનાનો સમય લાગશે. તમે નાયક ફિલ્મ જોઇ છે? મેચની વાત કરીએ તો રંગપુર રાઇડર્સે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં ફોર્ચ્યુન બરિશાલે શેર એ બંગ્લા નેશનલ સ્ટેડિયમમાં 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp