KKR સામે ઊભું થયું મોટું સંકટ, IPL 2023ની શરૂઆતમાં જ બહાર થયો આ ઘાતક ઓલરાઉન્ડર

PC: sportscafe.in

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બે વખત IPL ટ્રોફી જીતી છે, પરંતુ ગત સીઝનમાં કોલકાતાની ટીમ સારું પ્રદર્શન કરી શકી નહોતી. IPL 2023માં કોલકાતા નાઈટ રાઇસર્સની ટીમની શરૂઆત સારી રહી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2023ની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 7 રનોથી હારનો સામનો કરવો પડ્યો. હવે કોલકાતા નાઈટ રાઇડર્સને જોરદાર ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી IPL 2023થી બહાર થઈ ગયો છે.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન IPL 2023થી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશના આ ઓલરાઉન્ડરે કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઇઝીને IPL 2023 સીઝન માટે પોતાની અનુપલબ્ધતાની જાણકારી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઇન્ટરનેશનલ કમિટમેન્ટ અને પર્સનલ મુદ્દાઓના કારણે તેણે આ નિર્ણય લીધો છે. શાકિબ અલ હસન શાનદાર બોલિંગ અને બોલિંગમાં માહિર છે. IPL 2023ના મિની ઓક્શનમાં તેને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે દોઢ કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદી લીધો.

આ અગાઉ વર્ષ 2022માં તેને કોઈ પણ ખરીદાર મળ્યો નહોતો. તેની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં થાય છે. ભારતીય પીચો પર તે શાનદાર બોલિંગ કરે છે. તે IPLથી બહાર થવા પર કોલકાતાને મોટો ઝટકો લાગ્યો છે.

જો કોલકાતા નાઈટ રાઇડર્સની પહેલી મેચની વાત કરીએ તો કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા, જ્યારે રાજપક્ષાએ 50 રન બનાવ્યા. તો 192 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સ 16 ઓવરમાં 146 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં તે કેવું પ્રદર્શન કરે છે.

IPL 2023 માટે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ:

રહમાનુલ્લાહ ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનિલ નરીન, ટિમ સાઉથી, અનુકૂલ રૉય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐય્યર, એન. જગદીશન, લોકી ફોર્ગ્યૂંશન, ડેવિડ વિસે. કુલવંત ખેજરોલિયા, વૈભવ અરોડા, હર્ષિત રાણા, સુએશ શર્મા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp