ફેને એવું કર્યું શાકિબે ગુસ્સા પર કાબુ ગુમાવી તેને ટોપી વડે માર્યો; વીડિયો જુઓ

PC: prabhatkhabar.com

બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. દરેક વ્યક્તિ તેના ગુસ્સાવાળા વલણથી વાકેફ છે. બાંગ્લાદેશ ક્રિકેટ લીગ (BPL)માં અમ્પાયર સાથે દલીલ કરવાથી લઈને સ્ટમ્પ પર લાત મારવા સુધી. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચ બાદ તેના ગુસ્સાનો શિકાર એક ફેન બન્યો હતો, જેને તેણે માર માર્યો હતો.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસનનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. તેણે મેદાન પર અને મેદાનની બહાર ઘણી વખત તેની હરકતોથી રમતને શરમજનક બનાવી છે. ફરી એકવાર ક્રિકેટના આ બેડ બોયએ એવું કામ કર્યું છે, જેના પછી તે લોકોના નિશાના પર આવી ગયો છે. શાકિબ અલ હસનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ઓલરાઉન્ડર ભારે ભીડ વચ્ચે પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી બેસે છે અને જાહેરમાં એક ચાહકની મારપીટ કરે છે.

મામલો પ્રમોશનલ ઈવેન્ટનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. જ્યારે શાકિબ અલ હસન ભીડમાં પહોંચ્યો ત્યારે એક પ્રશંસકે તેની કેપ ઉતારવાનો પ્રયાસ કર્યો. આ પછી તે ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ચાહક પાસેથી કેપ છીનવી લીધી હતી અને તેને તેના વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાકિબ કેવી રીતે ફેન્સને માર મારી રહ્યો છે.

શાકિબ અલ હસન હાલમાં ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પ્રથમ T20માં બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શાકિબ અસ હસને આ મેચમાં બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી અને પછી 157ના લક્ષ્યનો પીછો કરતી વખતે 24 બોલમાં 34 રન બનાવીને અણનમ રહ્યો. બાંગ્લાદેશે બે ઓવર બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

લક્ષ્યાંક હાંસલ કરતી વખતે અડધી સદી ફટકારવા બદલ નજમુલ શાંતો (30 બોલમાં 51)ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ સામેની ટીમની ત્રીજી વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 75 રન બનાવીને ટીમનો સ્કોર 246 સુધી પહોંચાડ્યો હતો. આ પછી, તેણે 35 રનમાં 4 વિકેટ લીધી, જેના કારણે ટીમને 50 રનથી જીત અપાવી.

શાકિબ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. તાજેતરમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં, શાકિબ અનેક પ્રસંગોએ અમ્પાયરો સાથે ઝઘડતો જોવા મળ્યો હતો. શાકિબે તેના માથા ઉપરના બોલને વાઈડ ન આપવા બદલ અમ્પાયરને ઠપકો આપ્યો અને ગુસ્સામાં સ્ટમ્પ ઉખેડી નાખ્યો. જ્યારે, T-20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત સામેની મેચમાં તેણે અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. આ પહેલા પણ શાકિબ ક્યારેક ખેલાડીઓ સાથે તો ક્યારેક અમ્પાયરો સાથે ઝઘડતો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp