વોર્નની વિલ આવી સામે, પત્ની-ગર્લફ્રેન્ડને રાતીપાય પણ નહીં, આ લોકો થયા માલામાલ

શેન વોર્ને પોતાના કરિયરમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જેને સ્પર્સી શકવું આજના કોઇ પણ ક્રિકેટર માટે સપના જેવુ છે. તેણે 145 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા માટે 708 વિકેટ લીધી છે. તેઓ 6 વખત એશેજ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહ્યા છે. એ સિવાય શેન વોર્ન વર્ષ 1999માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો. ખૂબ જ રંગીન સ્વભાવના કહેવાતા શેન વોર્ને ક્રિકેટ મેદાન પર ઊંચાઇઓ સર કરી હતી, પરંતુ તેમનું અંગત જીવન હંમેશાં વિવાદોથી ભરેલું રહ્યું છે.

પછી ગર્લફ્રેન્ડ લીઝ હર્લે સાથેના સંબંધોની વાત હોય કે પછી નિર્વસ્ત્ર તસવીર વાયરલ થવાની ઘટના હોય. આ બધાની ચિંતા કર્યા વિના શેન વોર્ને પોતાનું જીવન ખૂબ એન્જોય કર્યું. હવે શેન વોર્નની ડેથ વિલ સામે આવી ગઇ છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, શેન વોર્ને પોતાની વિલમાં પૂર્વ પત્ની સિમોન કેલહનને રાતીપાય પણ આપી નથી. લાંબા સમય સુધી તેણે ઇંગ્લિશ એક્ટ્રેસ લીઝ હર્લેને ડેટ કરી હતી. શેન વોર્ને તેને પણ કશું જ આપ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયન સુપ્રીમ કોર્ટે શેન વોર્નની કુલ સંપત્તિનું આંકલન કર્યું.

તે 20,711,013.27 ડૉલરની હોવાની જાણવા મળ્યું. શેન વોર્ન અને સિમોન કેલહનના લગ્ન સંબંધ 15 વર્ષ સુધી ચાલ્યા. ત્યારબાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. શેન વોર્ને છૂટાછેડા વખતે જ પૂર્વ પત્નીને પાલન-પોષણ માટેના ભથ્થાના રૂપમાં તેનો હિસ્સો આપી દીધો હતો. ગર્લફ્રેન્ડ લીઝ હાર્લે પ્રત્યે તેની કોઇ આર્થિક જવાબદારી નહોતી. શેન વોર્નના વરસાનો મોટા ભાગનો હિસ્સો પોતાના બાળકોને આપી દીધો છે. શેન વોર્નના કુલ 3 બાળકો છે. તેના પુત્રનું નામ જેક્સન વોર્ન છે. જ્યારે બે દીકરીઓના નામ સમર વોર્ન અને બ્રુક વોર્ન છે. પૂર્વ સ્પિનરની ડેથ વિલમાં ત્રણેય સંતાનોએ બરાબર 31 ટકા હિસ્સો આપવામાં આવ્યો છે.

પોતાના બાળકો સાથે સાથે શેન વોર્ને ભાઇના બાળકો પર પણ ડેથ વિલમાં પ્રેમ દેખાડ્યો છે. સંપત્તિના બાકી બચેલા 7 ટકા હિસ્સામાં શેન વોર્ને 2 ટકા ભાઇ જેસનને આપ્યો છે. એ સિવાય જેસનના બે બાળકો સેબેસ્ટિયન અને ટાયલાના નામે વોર્ને 2.5 ટકા સંપત્તિ કરી છે. આ પ્રકારે શેન વોર્ને પોતાના ભાઇના પરિવારને પણ સંપત્તિમાં સામેલ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શેન વોર્નના નામે  295,000 ડૉલરની ઉધારી પણ છે. આ ઉધારી ક્રેડિટ કાર્ડ અને ઘરના બાકી બિલના રૂપમાં છે. તેની BMW, મર્સિડીઝ બેન્ઝ અને યાહમા બાઇક જેની કિંમત 375,500 ડૉલર છે તે દીકરી જેક્સનને આપવામાં આવી છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.