શું IPL 2023 બાદ સંન્યાસ લેશે ધોની? CSKના પૂર્વ ઓપનરે આપ્યો જવાબ

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજથી શરૂ થઈ રહી છે. ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે IPLની 16મી સીઝનની ઉદ્દઘાટન મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રયત્ન ધમાકેદાર વાપસી કરતા પાંચમી વખત IPL ટ્રોફી જીતવાનો હશે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની એક ખેલાડી તરીકે છેલ્લી IPL સીઝન રમવાનો છે. એવામાં ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને આશા છે કે ટીમ ટ્રોફી જીતીને પોતાના કેપ્ટનને શાહી વિદાઇ આપશે.

જ્યાં એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ લેવાના સમાચારો તેજ છે તો ઘણા લોકોનું માનવું છે એ માત્ર એક અફવા છે અને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન આગામી 2-3 સીઝન સુધી રમી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની રમત ચાલુ રાખવા માટે એક વધુ સમર્થક છે તેનો પૂર્વ ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથી શેન વોટસન. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસનનું માનવું છે કે, મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ખૂબ ફિટ છે અને આગામી 2-3 સીઝન સુધી રમવાનું ચાલુ રાખી શકે છે.

શેન વૉટસને એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકે છે. તે ફિટ છે અને એમ લાગે છે કે આ ટૂર્નામેન્ટ માટે જોર-શોરથી તૈયારીઓ કરી છે. મહેન્દ્ર સિંહએ મોટી વાત સાબિત કરવાની છે કે 41 વર્ષની ઉંમરમાં તમે રમી શકે છે અને સારી રીતે ટીમનું નેતૃત્વ કરી શકે છો. તે શાનદાર વ્યક્તિ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ઓલરાઉન્ડર શેન વૉટસને આશા વ્યક્ત કરી કે ધોની સેના આ વખત શાનદાર વાપસી કરવામાં સફળ રહેશે.

શેન વૉટસને કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ નિશ્ચિત જ શાનદાર વાપસી કરશે. તે હંમેશાંથી એમ કરતી આવી છે. તેની પાસે ઘણા દિગ્ગજ ખેલાડી છે અને મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટિફન ફ્લેમિંગ ખૂબ સારી રીતે ટીમનું નેતૃત્વ કરે છે. તેઓ નિશ્ચિત જ આ વખત વસ્તુ બદલશે અને તેમાં કોઈ શંકા નથી. હું જાણું છું કે તેઓ કઈ રીતે કામ કરે છે. મારા કરિયરના અંતિમ પડાવ પર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે 2-3 વર્ષ રમવા મળ્યા, જે શાનદાર રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ નિશ્ચિત ખૂબ જ વિશેષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp