Video:‘સદી પૂરી કર વિરાટ મારી મા..’, WIના વિકેટકીપર અને કોહલીની મજેદાર ચેટ વાયરલ

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝમાં છે અને ત્યાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે (ગુરુવારે) સ્ટમ્પ્સ સુધી પહેલી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 288 રન બનાવી લીધા છે. દિવસની રમત સમાપ્ત થવા સુધી વિરાટ કોહલી 87 રન અને રવીન્દ્ર જાદરજા 36 રન બનાવીને નોટઆઉટ પીચ પર ટકી રહ્યા છે. વિરાટ કોહલી પોતાની વધુ એક સદી તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીની સદીની રાહ માત્ર ભારતીય ફેન્સ જ નહીં, પરંતુ વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર જોશુઆ દા સિલ્વા પણ જોઈ રહ્યો છે.

જોશુઆ દા સિલ્વા અને તેની મમ્મી વિરાટ કોહલીના ખૂબ મોટા ફેન છે અને એ વાતનો ખુલાસો પોતે જોશુઆ દા સિલ્વાએ કર્યો છે. પહેલા દિવસની રમત દરમિયાન સ્ટમ્પથી બરાબર પાછળ ઊભા જોશુઆ દા સિલ્વા અને વિરાટ કોહલી વચ્ચે થયેલી મજેદાર વાતચીત સ્ટમ્પમાં રેકોર્ડ થઈ ગઈ અને હવે આ ચેટ વાયરલ થઈ રહી છે. કોઈએ પણ વિચાર્યું નહોતું કે જોશુઆ દા સિલ્વા વિરાટ કોહલીનો ફેનબોય નીકળશે. જોશુઆ વિરાટ કોહલીને એમ કહેતો નજરે પડ્યો કે, “વિરાટ પોતાની સદી બનાવ, હું તને સદી બનાવતો જોવા માગું છું. મારી મમ્મી માત્ર તને બેટિંગ કરતો જોવા માટે આવી છે.”

તેણે આગળ કહ્યું કે, મારી માતાએ મને ફોન કર્યો અને જણાવ્યું કે તે વિરાટ કોહલી માટે મેચ જોવા આવી રહી છે, મને વિશ્વાસ ન થયો. એવામાં જો બીજા દિવસે વિરાટ કોહલી પોતાની 76મી સદી પૂરી કરે છે તો જોશુઆ દા સિલ્વા અને તેની મમ્મી સાથે સાથે વિરાટ કોહલીના કરોડો ફેન્સને ખુશ થવાનો અવસર મળી જશે. તો વેસ્ટ ઇન્ડીઝના હિસાબે આ ટેસ્ટ મેચ જોવા જઈએ તો તેઓ ઇચ્છશે છે કે ભારતીય ટીમને વહેલી તકે ઓલઆઉટ કરે કેમ કે બીજા દિવસના પહેલા સેશનમાં ભારતીય ટીમ વધુ વિકેટ ન ગુમાવે તો વેસ્ટ ઇન્ડીઝ માટે મેચમાં વાપસી કરવું મુશ્કેલ થઈ જશે.

વિરાટ કોહલી આ પોતાની 500મી મેચ રમી રહ્યો છે. જો તે આ મેચમાં સદી બનાવી દે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 29 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 76મી સદી પૂરી કરી લેશે. તે તેનાથી માત્ર 13 રન દૂર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વિરાટ કોહલી પોતાની 500મી મેચમાં આ આંકડો સ્પર્શી શકે છે કે નહીં. કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બેટિંગ કરતા વિરેન્દર સેહવાગ 8,586 રનના રેકોર્ડને તોડી દીધો. આ મેચ અગાઉ વિરાટ કોહલી રનો બાબતે સેહવાગથી પાછળ હતો, પરંતુ હવે તેણે તેના આંકડાને પાર કરી લીધો છે. વિરાટ કોહલી અત્યાર સુધી 8,642 રન બનાવી ચૂક્યો છે. સેહવાગ સાથે વિવિયન રિચર્ડ્સ પણ વિરાટ કોહલીથી પાછળ છૂટી ગયા છે.  

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.