U-19 વર્લ્ડ કપ જીત્યા બાદ ભાવુક થઈ કેપ્ટન શેફાલી વર્મા, આંખમાંથી ન અટક્યા આંસુ

PC: thehindu.com

ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટ્રોફી જીતીને ટીમે કેપ્ટન શેફાલી વર્માને શ્રેષ્ઠ ભેટ આપી છે. ભારતીય ખેલાડીઓએ મેચમાં શાનદાર રમત બતાવી હતી. ભારતીય બોલરોની સામે ઇંગ્લેન્ડની ટીમ ટકી જ નહીં શકી. મેચ બાદ કેપ્ટન શેફાલી વર્માએ ભાવુક થઈને મોટું નિવેદન આપ્યું છે.

શેફાલી વર્માએ આપ્યું નિવેદન

અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ કહ્યું, 'જે રીતે તમામ છોકરીઓએ પ્રદર્શન કરીને એકબીજાનું સમર્થન કર્યું. તે ખૂબ જ ખુશીની વાત છે અને અવિશ્વસનીય અનુભવ છે જે રીતે તેઓ દરરોજ અમને સમર્થન આપી રહી હતી અને અમને જણાવી રહી હતી કે, અમે અહીં કપ જીતવા આવ્યા છે અને તેમના કારણે અમે અહીં છે. તેમણે સૌનો આભાર માન્યો.' આ બધું કહેતી વખતે શેફાલી વર્મા ખૂબ જ ભાવુક જોવા મળી.

આ ખેલાડીની પ્રશંસા કરી

શેફાલી વર્માએ કહ્યું, 'મને આ ખૂબ જ સારી ટીમ આપવા માટે BCCIનો આભાર અને કપ જીતવા માટે ખરેખર ખુશ છું. ટૂર્નામેન્ટમાં શ્વેતા સહરાવત શાનદાર રહી છે અને તેમણે તમામ યોજનાઓનું પાલન કર્યું છે. માત્ર એ જ નહીં, અર્ચના, સૌમ્યા અને બાકીની ખેલાડીઓ સહિત દરેક અવિશ્વસનીય રહ્યા છે.

T20 વર્લ્ડ કપ જીતવા પર છે નજર

પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની પહેલી વિજેતા કેપ્ટન બનવા છતાં શેફાલી હજી પણ નથી અટકવાની. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અંડર 19 વર્લ્ડ કપ એકમાત્ર મોટી ટ્રોફી છે, જેને તે આ વર્ષે ઉઠાવવા જઈ રહી છે, તો તેણે દક્ષિણ આફ્રિકામાં 10થી 26 ફેબ્રુઆરી સુધી યોજાનારી આગામી મહિલા T20 વર્લ્ડ કપની તરફ પણ ઈશારો કર્યો.

લાંબા સમયથી જોવાઈ રહી હતી આ દિવસની રાહ

તેમણે કહ્યું, 'તે લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમારા મગજમાં એક યોજના હતી અને અમે જે યોજના બનાવી હતી, તેના પર અમલ કર્યું. સ્પિનરોએ ખરેખર સારું સમર્થન કર્યું. અમે 2 મેચ રમી છે અને અહીં થતી બધી મેચો જોઈ છે અને મને ખબર હતી કે, ક્યાં બોલિંગ કરવાનું છે.

ત્રણ વર્ષ પહેલાં શેફાલીને તેના સાથીઓ દ્વારા સાંત્વના આપવામાં આવી હતી, જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2020 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે 185 રનનો પીછો કરતી વખતે ભારતને 99 રનમાં સમેટી લેવામાં આવ્યું હતું. હવે, 2023મા પોચેફસ્ટ્રમમાં મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન ખુશીના આંસુઓની સાથે, તેઓ અને ભારતીય મહિલા ક્રિકેટ ખરેખર એક લાંબી સફર કાપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp