26th January selfie contest

શિખર ધવને આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈને તોડ્યું મૌન

PC: newsbytesapp.com

ભારતીય ટીમના સ્ટાર ઑપનર બેટ્સમેન શિખર ધવનને આપણે તેના નીડર અને મજાકિયા અંદાજ માટે જાણીએ છીએ. પછી તે ક્રિકેટના મેદાનમાં હોય કે પછી અંગત જીંદગીમાં. તે પોતાની જિંદગીને ખૂલીને જીવવાનું પસંદ કરે છે. જો કે, હાલના દિવસોમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ તે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે, તો બીજી તરફ તેની પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ તેણે પોતાની અંગત જિંદગી પર વાત કરતા કેટલાક રહસ્ય ખોલ્યા છે.

આ દરમિયાન તેણે પોતાના છૂટાછેડાને લઈને પણ મૌન તોડ્યું છે. શિખર ધવનનું કહેવું છે કે, તે બીજાઓ પર આંગળી ઉઠાવવાનું પસંદ કરતો નથી, તે આ ફિલ્ડમાં નિષ્ફળ એટલે છે કેમ કે તેને તેનો અનુભવ નથી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના છૂટાછેડાને લઈને વાત કરતા શિખર ધવને કહ્યું કે, હું ફેલ થયો કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નિર્ણય લે છે તો અંતિમ નિર્ણય તેનો હોય છે. હું બીજાઓ પર આંગળી ઉઠાવવાનું પસંદ કરતો નથી. હું ફેલ એટલે થયો કેમ કે મને એ ફિલ્ડનો અંદાજો નહોતો.

તેણે આગળ કહ્યું કે, ક્રિકેટની જે વાતો આજે હું કરી રહ્યો છું, એ જ 20 વર્ષ અગાઉ તમે મને પૂછતા આ બધી વાતોની મને જાણકારી ન રહેતી. આ બધી અનુભવની વાત છે. પહેલા એક-બે વર્ષ વ્યક્તિ સાથે વિતાવો, જુઓ કે બંનેના સંસ્કાર મેચ કરે છે કે નહીં. એ પણ એક મેચ જ હતી, હાલમાં મારા છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, તે પૂરો થયા બાદ જ્યારે મારે લગ્ન કરવા હશે તો હું એ સમયે એ ફિલ્ડમાં વધારે સમજદાર હોઈશ કે મને કયા પ્રકારનો પાર્ટનર જોઈએ, જેની સાથે હું જિંદગી વિતાવી શકું. જો હું લગ્ન કરવા માગું છું.

શિખર ધવને કહ્યું કે, જ્યારે હું 26-27 વર્ષનો હતો અને રમતો આવી રહ્યો હતો તો એ સમયે મારા રિલેશનશીમાં નહોતી. જોકે, મસ્તી કરતા હતા. જ્યારે હું પ્રેમમાં પડ્યો, તો રેડ ફ્લેગ્સ ન જોઈ શક્યો, પરંતુ હવે જો પ્રેમમાં પડીશ તો એ રેડ ફ્લેગ્સને જોઈ શકીશ. જો રેડ ફ્લેગ્સ હશે તો હું તેનાથી બહાર આવીશ. ઉલ્લેખનીય છે કે, શિખર ધવન, આયશા મુખર્જી સાથે વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયો હતો. આયશાના આ બીજા લગ્ન હતા. આ લગ્નથી ધવનને એક દીકરો છે, જેનો જન્મ વર્ષ 2014માં થયો હતો.

શિખર ધવનના દીકરાનું નામ જોરાવર છે. સપ્ટેમ્બર 2021માં એવા સમાચાર સામે આવ્યા કે આ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેમના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, એવામાં જોરાવર પોતાની માતા આયશા સાથે મેલબર્નમાં રહે છે. ધવન મોટાભાગે તેને મળવા ત્યાં જાય છે. ધવને કહ્યું કે, લગ્ન મારા માટે એક બાઉન્સર હતો અને તેને હું માથા પર ખાઈ બેઠો. આ ચારેય ખાના ચિત્ત. હારવું પણ જરૂરી છે, પરંતુ હાર સ્વીકારવાનું શીખો. મારાથૂ ભૂલ થઈ અને માણસ ભૂલથી જ શીખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp