
ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં 3 મેચોની વન-ડે સીરિઝ રમાઇ રહી છે. આ સીરિઝ બાદ બંને ટીમો વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ પણ રમાવાની છે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. વન-ડે સીરિઝમાં ટીમના અનુભવી બેટ્સમેન શિખર ધવનને ચાન્સ મળ્યો નથી, જ્યારે T20 અને ટેસ્ટ ટીમમાંથી તે પહેલાથી જ બહાર ચાલી રહ્યો છે. આ દરમિયાન શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ઘોડેસવારી કરતો નજર પડી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
વર્ષ 2022માં શિખર ધવનને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ભારતની છેલ્લી વન-ડે સીરિઝમાં ચાન્સ મળ્યો હતો. એ સીરિઝમાં શિખર ધવનની બેટ શાંત રહી હતી. 3 મેચોમાં ડાબા હાથના બેટ્સમેને કુલ 18 રન બનાવ્યા હતા. તો તેણે ગયા વર્ષે કુલ 22 વન-ડે મેચ રમી હતી, જેમાં 34.40ની એવરેજથી 688 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 74.41ની હતી, જે વન-ડે ફોર્મેટમાં ખૂબ ઓછી છે. કદાચ આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેને શ્રીલંકા વિરુદ્ધ ભારતની વન-ડે ટીમમાં ચાન્સ આપ્યો નથી.
આ દરમિયાન ગત બુધવારે પોતાના એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક ખાસ સંદેશ સાથે વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતા ડાબા હાથના બેટ્સમેને કેપ્શનમાં લખ્યું કે, ‘હકીકતમાં તે જ જીવનની ચાલ સમજે છે જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે.’ ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રોહિત શર્માની ગેરહાજરીમાં કેટલીક વખત શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળતો નજરે પડ્યો. જો કે, ધવન બેટથી સતત ફ્લોપ થતો રહ્યો. તો બીજી તરફ ઇશાન કિશને બાંગ્લાદેશમાં બેવડી સદી ફટકારી દીધી.
આ અગાઉ જમણા હાથના યુવા બેટ્સમેન શુભમન ગિલે ઝીમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝમાં શાનદાર પ્રદર્શન કરીને વન-ડે ફોર્મેટમાં પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. યુવાઓના શાનદાર પ્રદર્શન વચ્ચે શિખર ધવન માટે પોતાને ટીમમાં બનાવી રાખવાનું ખૂબ મુશ્કેલ સાબિત થઇ રહ્યું હતું. શિખર ધવને શેર કરેલા વીડિયોને એક દિવસની અંદર 2 લાખ 14 હજાર કરતા વધુ લોકોએ લાઇક કર્યો છે. શિખર ધવનને આ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ (PBKS)એ કેપ્ટન બનાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp