ધવને ખોલ્યું પોતાના ફિટનેસ રૂટિનનું રહસ્ય, જણાવ્યું કેવી રીતે ઓછો કરે છે તણાવ

PC: youtube.com

પોતાના શાનદાર પ્રદર્શન માટે ખેલાડીઓ ન માત્ર પોતાના કૌશલ્યને સુધારવાનું ચાલુ રાખે છે, પણ એક નિશ્ચિત સ્તરની ફિટનેસને પણ સુનિશ્ચિત કરવાની હોય છે. ફિટનેસ બનાવી રાખવા માટે અતિશય શિસ્તની જરૂર હોય છે. એક ઉંમર પછી ફિટનેસ બનાવી રાખવી એક મુશ્કેલ પડકાર બની જાય છે અને એટલે જ વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે અને શિખર ધવન પોતાની ફિટનેસને બનાવી રાખવા માટે જબરદસ્ત મહેનત કરી રહ્યો છે. ભારતનો સ્ટાર બેટ્સમેન શિખર ધવને પોતાના જીવનમાં ફિટનેસના મહત્ત્વ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે 2023 નો 50 ઓવરનો વિશ્વ કપ તેને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.

શિખર ધવને પોતાના દૈનિક રૂટીન વિશે ફેન્સને જણાવ્યું કે. તે પૂરા એક અઠવાડિયા માટે પોતાના ફિટનેસની યોજના કેવી રીતે બનાવે છે? એમાં કોઈ શંકા નથી કે, રોજ જિમ જવું તેમાં શામેલ છે, પણ તે આને દોડવું, યોગ અને નેટ સેશનની સાથે ગણે છે. આની સાથે જ તેણે પોતાના ડાયટ વિશે પણ ખુલાસો કર્યો છે.

શિખર ધવને એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મારી દિનચર્યામાં ડેલી જિમ શામેલ છે, જેથી હું પોતાની ફિટનેસને જાળવી શકું. આની સાથે જ યોગ્ય ભોજન કરવું મારી ઓળખ છે. હું મારા ભોજનની યોજના એવી રીતે બનાવું છે, જેથી તેમાં ફળ, કાર્બ્સ અને પ્રોટીનનું સંતુલન હોય.’

તેને આગળ કહ્યું કે, ‘મારી અઠવાડિયાની ફિટનેસ રૂટિનમાં જિમના 4 સેશન, દોડવાના 2-3 સેશન, 2-3 નેટ સેશન અને અંતમાં 4-5 યોગ સેશન શામેલ છે. આવી રીતે હું પૂરા એક અઠવાડિયા માટેની પોતાના ફિટનેસની યોજના બનાવું છે.’ ધવનના ફેવરિટ વર્કઆઉટમાં ડેડલિફ્ટ, ચેસ્ટ, બેક અને સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ શામેલ છે.

અહીં સુધી કે, જ્યારે શિખર ધવન યાત્રા કરે છે, તો તે સંતુલન બનાવી રાખવા માટે પોતાના શરીરને પર્યાપ્ત આરામ આપવાનું સુનિશ્ચિત કરે છે. તે ઘર પર રહીને, મિત્રોને મળીને અથવા પ્રવાસ કરીને પોતાનો સ્ટ્રેસ ઓછો કરે છે.

શિખર ધવને કહ્યું કે, ‘આ શિસ્ત વિશે છે, જ્યારે પણ હું ટ્રાવેલ કરું છું, ત્યારે હું આ સુનિશ્ચિત કરૂ છું કે, હું પોતાના શરીરને આરામ આપું અને પછી ફિટનેસ અને પ્રશિક્ષણનું સંતુલન બનાવી રાખું. વાસ્તવમાં સાતત્ય મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે હું ટ્રાવેલ કરી રહ્યો હોવ છું અને મેચથી થોડા દિવસો પહેલા હું પોતાની તાકાત બનાવી રાખવા માટે જિમમાં ટ્રેનિંગ કરૂ છું.’

તેને આગળ કહ્યું કે, ‘માંસપેશીઓમાં તાણ જેવી ઈજાઓથી બચવા માટે મેં ગતિશીલતા અને લચીલાપણને બનાવી રાખું છે. જ્યારે લાંબી યાત્રા પછી તણાવ ઓછું કરવાની વાત આવે છે, તો હું ઘર પર રહેવાનું, મિત્રો સાથે ફરવાનું અને ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરૂ છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp