ટીમમાંથી બહાર થવા પર છલકાયું શિખર ધવનનું દર્દ, બોલ્યો- ભગવાનની મરજી...

PC: hindustantimes.com

શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ બહાર કર્યા બાદ અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને પહેલી વખત પોતાના દિલની વાત કહી છે. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેની સાથે તેનું કેપ્શન હતું ‘તમે તમારું કામ કરતા રહો, બાકી ભગવાનની મરજી પર છોડી દો.’ જો કે, શિખર ધવને આ પોસ્ટને થોડા સમય બાદ હટાવી દીધી, પરંતુ આ વીડિયોથી સ્પષ્ટ ખબર પડે છે કે, ટીમાંથી બહાર કરવાના કારણે તે ખૂબ નિરાશ છે.

શિખર ધવન વર્ષ 2023માં થનારા વર્લ્ડ કપ માટે ઓપનર તરીકે ભારતીય ટીમની પહેલી પસંદ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ તેનો સાથ આપી રહ્યું નથી. એવામાં હવે શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝમાં શિખર ધવનની જગ્યાએ શુભમન ગિલને ચાન્સ આપવામાં આવ્યો છે. શિખર ધવન વર્ષ 2022માં એ ખેલાડીઓમાં સામેલ રહ્યો છે, જેને શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ટીમમાં તેની જગ્યા બની શકતી નથી.

તેની સાથે જ હવે એમ માનવામાં આવી રહ્યું છે કે વન-ડે વર્લ્ડ કપ માટે પણ તેના નામ પર કદાચ જ વિચાર કરવામાં આવશે. આ વર્ષે શિખર ધવનના પ્રદર્શન પર નજર નાખીએ તો તે ભારતીય ટીમ માટે કુલ 22 વન-ડે મેચ રમી છે, જેમાં તે માત્ર 688 રન જ બનાવી શક્યો છે. તેમાં તેના ખાતામાં એક પણ સદી નથી. તો તેની તુલનામાં શુભમન ગિલને આ વર્ષે 12 વન-ડેમાં રમવાનો ચાન્સ મળ્યો છે, જેમાં તેમણે 70.88ની શાનદાર એવરેજથી 638 રન બનાવ્યા છે. એવામાં આ વર્ષે શુભમન ગિલ વર્ષ 2022માં શિખર ધવનથી ઘણો સારો રહ્યો. કદાચ આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ તેને આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખતા વધારેમાં વધારે ચાન્સ આપવા માગે છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp