શિખર ધવન 3 વર્ષ બાદ તેના દીકરાને મળશે, કોર્ટે પત્નીને આ આદેશ આપ્યા

PC: kheltalk.com

ભારતીય સ્ટાર ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે આ કેસ 2021થી ચાલી રહ્યો છે. જ્યારે, શિખર ધવન અને આયશા 2020થી જ અલગ રહી રહ્યા છે. ધવને પોતાના દીકરા જોરાવર સાથે પણ ઓગષ્ટ, 2020 પછી મુલાકાત નથી કરી. પણ હવે ધવન માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે આયશાને કહ્યું કે, તે પોતાના 9 વર્ષના દીકરાને ધવન અને તેના પરિવાર સાથે મુલાકાત કરવા માટે ભારત લઇને આવે.

હાલના દિવસોમાં આયશા પોતાના દીકરા સાથે ઓસ્ટ્રેલિયામાં રહી રહી છે. કોર્ટે દીકરાની ધવનના પરિવાર સાથે મુલાકાત પર આયશાના ઇનકાર પર નારાજગી પણ વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ઓગષ્ટ, 2020 બાદથી શિખર ધવનનો પરિવાર જોરાવરને મથી મળ્યો. સંતાન પર ફક્ત માતાનો અધિકાર નથી હોતો. જો શિખર ધવન અત્યાર સુધી સારો પિતા સાબિત થયો છે તો પછી તે સંતાનની પરિવાર સાથે મુલાકાત પર નારાજગી કેમ વ્યક્ત કરી રહી છે.

શિખર ધવન પરમેનન્ટ કસ્ટડી નથી માગી રહ્યો. તે ફક્ત પોતાના દીકરાને જોવા અને મળીને મુલાકાત કરવા માગે છે. કોર્ટે આયશા ધવનને નિર્દેશ કર્યો છે કે, ધવન પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે સંતાનને પોતાની સાથે લઇને ભારત આવે કે પછી વિશ્વાસ પાત્ર વ્યક્તિ સાથે ભારત મોકલે.

28મી જૂનના રોજ 10 વાગે સંતાનની કસ્ટડી દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવશે. જો આયશા માટે કોઇ પ્રકારે એ સંભવ નથી તો આ આદેશના 72 કલાકમાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે. આ પરિસ્થિતિમાં શિખર ધવન ઓસ્ટ્રેલિયાથી જોરાવરને લઇને આવશે અને જોરાવરની ભારત યાત્રા માટે વીઝા કે જરૂરી ક્લીયરન્સ હાંસલ કરવાની જવાબદારી હશે. એ રીતે તૈયારી કરવામાં આવશે કે જોરાવર 27મી જૂરના રોજ ભારત આવે અને 4થી જુલાઇના રોજ પાછો ઓસ્ટ્રેલિયા ચાલ્યો જાય. યાત્રાનો બધો ખર્ચ શિખર ધવન કરશે.

કહેવાય છે કે, શિખર ધવને આયશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં જોઇ હતી અને ત્યારથી જ તેના પર તે ફિદા થઇ ગયો હતો. ત્યાર બાદ શિખરે આયશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બન્ને વચ્ચે વાતચીત થઇ અને ફેસબુક પર જ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. શિખર ઉંમરમાં આયશાથી 10 વર્ષ નાનો છે.

2009માં બન્નેએ સગાઇ કરી હતી. ત્યાર બાદ, 2012માં ધવને આયશા સાથે લગ્ન કર્યા હતા. તે શિખર ધવનની પહેલા લગ્ન હતા, પણ આયશાના બીજા લગ્ન હતા. આયશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન સાથે થયા હતા, જે તુટી ગયા હતા. આયશા અને તેના પહેલા પતિની બે દીકરીઓ છે જેનું નામ રેયા અને આલિયા છે. જે 16 અને 12 વર્ષની છે. શિખર ધવન અને આયશાનો એક દીકરો છે જેનું નામ જોરાવર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp