26th January selfie contest

ગુજરાતને હરાવ્યા બાદ રાજસ્થાનનો ખેલાડી બોલ્યો- હું બદલો લેવા માગતો હતો

PC: BCCI

રાજસ્થાન રોયલ્સ (RR)ના વિસ્ફોટક શિમરોન હેટમાયરે ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધની મેચમાં વિસ્ફોટક ઇનિંગથી મેચ જીતાડ્યા બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. શિમરોન હેટમાયરે કહ્યું કે, ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સે તેની ટીમને 3 વખત હરાવી દીધી હતી અને આ જીત બાદ એ બદલો થોડી હદ સુધી પૂરો થઈ ગયો છે. શિમરોન હેટમાયરના જણાવ્યા મુજબ, આ પ્રકારની પરિસ્થિતિઓ માટે પ્રેક્ટિસ કરે છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી હરાવી દીધી.

ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી કેપ્ટન સંજુ સેમસને 32 બૉલમાં 60 અને શિમરોન હેટમાયરે 26 બૉલમાં નોટઆઉટ 56 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવી દીધી. આ દરમિયાન તેણે 2 ફોર અને 5 સિક્સ લગાવ્યા. રાજસ્થાન રોયલ્સની ટીમ એક સમયે ખૂબ મુશ્કેલીમાં હતી અને પહેલી 3 ઓવરમાં જ બંને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મિડલ ઓવર્સના બેટ્સમેનોએ ટીમને જીત આપવી દીધી.

મેચ બાદ શિમરોન હટમાયરે કહ્યું કે, ગત સીઝનમાં મળેલી હારનો બદલો લેવા માગતો હતો. મારી પાસે કોઈ શબ્દ જ નથી. આ ખેલાડીઓ વિરુદ્ધ જેટલું મુશ્કેલ હોય છે. તેમણે અમને ગયા વર્ષે 3 વખત હરાવી દીધા હતા, પરંતુ આજે જઈને બદલો થોડો પૂરો થયો. હું આ પ્રકારની પરિસ્થિતિઓ માટે પ્રેક્ટિસ કરું છું. તેનાથી ત્યારે તમને મદદ મળે છે, જ્યારે તમને 8 ઓવરમાં 100 રન બનાવવાના હોય. નૂર અહમદને છેલ્લી ઓવર આપવા માટે જવાથી હું ખુશ હતો.

ટ્રેન્ટ બોલ્ટે પોતાની 4 ઓવરોની સ્પેલમાં 46 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ લીધી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ એક મહત્ત્વની જીત છે. દરેક મેચ જીતવી જરૂરી છે. ગુજરાત અને અમારી વચ્ચે જે ઇતિહાસ છે તે ઘણી વખત અમારી ઉપર ભારે પડી છે. અમે મેચમાં પાછળ હતા, પરંતુ તેને પછી વાપસી કરી અને દબાવમાં સારી રમત દેખાડી. ડ્રેસિંગ રૂમમાં માહોલ ખૂબ સારો છે. અમારી ટીમમાં શાનદાર બેટ્સમેન છે અને અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ બેટ્સમેન જવાબદારી ઉઠાવે છે. સંજુ અને હેટમાયરે આ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી. ત્યારબાદ અશ્વિને પણ પોતાનો રોલ નિભાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp