શિવમ દુબેએ હાર્દિક અને વિજય શંકર સાથે પોતાની તુલનાને લઈને જુઓ શું કહ્યું

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ હાર્દિક પંડ્યા અને વિજય શંકર જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથેની પોતાની તુલનાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આ ખેલાડીઓ સાથે તેની કોઈ તુલના નથી. શિવમ દુબેના જણાવ્યા મુજબ, તે પોતાના પર ફોકસ કરી રહ્યો છે અને જોરદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માગે છે. શિવમ દુબેનું પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ સારું રહ્યું હતું.

તેણે IPL 2023ની પોતાની 16 મેચોમાં 158.33ની શાનદાર સ્ટ્રાઈક રેટ અને 38ની એવરેજથી 418 રન બનાવ્યા હતા. જો હાર્દિક પંડ્યા અને વિજય શંકરની વાત કરીએ તો વિજય શંકરે પોતાની 14 મેચોમાં 160.10ની સ્ટ્રાઈક રેટ અને 37.62ની એવરેજથી 301 રન બનાવ્યા હતા, તો હાર્દિક પંડ્યાએ 16 મેચોમાં 136.75ની સ્ટ્રાઈક રેટ અને 31.45ની એવરેજથી 346 રન બનાવ્યા હતા.

શિવમ દુબે 106 T20 મેચોમાં 41 વિકેટ પણ લઈ ચૂક્યો છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ આ સીઝનમાં તેનો પ્રયોગ માટે બેટ્સમેન તરીકે જ કર્યો. તેનો ફાયદો બેટિંગમાં જોવા મળ્યો અને તેણે ઘણી જબરદસ્ત અને શાનદાર ઇનિંગ રમી. શિવમ દુબેના જણાવ્યા મુજબ, તેનું કમ્પિટિશન માત્ર પોતાની સાથે છે અને તે બીજાઓ પર ધ્યાન આપવા માગતો નથી. એ સિવાય તેણે કહ્યું કે, તેનું પણ સપનું વર્લ્ડ કપ રમવાનું છે.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ શિવમ દુબેએ કહ્યું કે, નહીં મારું કંપિટિશન માત્ર પોતાની સાથે છે. હું બીજા ખેલાડીઓ તરફ જોતો નથી. હું રોજ ટ્રેનિંગ કરું છું, જેથી ગત દિવસોથી સારો બની શકું.  શિવમ દુબેએ IPL 2023 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સિક્સ લગાવવાનું કારનામું પણ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp