શિવમ માવીએ પહેલી જ T20 મેચમાં રચ્યો ઈતિહાસ, 7 વર્ષ પછી બનાવ્યો આ રેકોર્ડ

PC: ndtv.com

ભારતીય ક્રિકેટર શિવમ માવીએ શ્રીલંકા વિરુદ્ધ T20 મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી મેચમાં શિવમ માવીએ ઘણું સારું પ્રદર્શન કર્યું અને બધાનું દિલ જીતી લીધું છે. તેના કારણે ટીમ ઈન્ડિયા 2 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. શ્રીલંકન બેટ્સમેનો પાસે માવીની બોલનો કોઈ તોડ હતો નહીં. તેમણે પોતાની પહેલી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. શિવમ માવીનો જન્મ ઉત્તર પ્રદેશના નોઈડામાં થયો છે.

શ્રીલંકા વિરુદ્ધ તેણે પોતાની 4 ઓવરના કોટામાં 22 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી છે. તેની સાથે જ માવીએ એક ખાસ ઉપલબ્ધિ પણ હાંસલ કરી લીધી છે. તેણે ભારત માટેની ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેની પહેલા પ્રજ્ઞાન ઓઝાએ 2009માં બાંગ્લાદેશ વિરુદ્ધ ડેબ્યૂ કરતા 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. પછી 2016માં બરિંદર સરને ઝીમ્બામ્વે વિરુદ્ધ ડેબ્યૂ કરીને 10 રન આપીને 4 વિકેટ લીધી હતી.

હવે વર્ષ 2016 પછી એટલે કે 7 વર્ષ બાદ શિવ માવીએ ડેબ્યૂ મેચમાં મોટો કરિશ્મા કર્યો છે. શિવમ માવી કાતિલ બોલિંગ કરવામાં માહીર છે. તેની પાસે તે કાબિલિયત છે કે તે કોઈ પણ બોલિંગ આક્રમણને સારી રીતે નિભાવી શકે છે. તે માત્ર થોડાક જ બોલ નાખતામાં જ મેચ બદલી શકે છે. તે T20 ક્રિકેટનો મોટો મહારથી છે.

વર્ષ 2018માં પૃથ્વી શોની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમનો તે ભાગ હતો. જેના પછી તેણે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પોતાની બોલિંગ કર પોતાનો જલવો દેખાડ્યો હતો. IPL 2023 ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે તેને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ટીમ ઈન્ડિયાએ પોતાના નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. ગઈકાલે શ્રીલંકા સામેની પહેલી T20 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને માત્ર 2 રનથી હાર આપી હતી. આ મેચમાં ટીમનો એક ધાક્કડ ઓલરાઉન્ડર જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો હતો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચમાં ફિનિશર તરીકે ઓલ રાઉન્ડર દીપક હુડ્ડાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય દીપક હુડ્ડાએ પોતાની ધમાકેદાર બેટિંગથી સાચો સાબિત કરીને બતાવ્યો હતો. દીપક હુડ્ડાએ આ મેચમાં 23 બોલ પર નોટ આઉટ રહીને 41 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેમાં 1 ચોગ્ગો અને 4 સિક્સ જોવા મળ્યા હતા. આ રમત માટે તેને મેન ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp