શોએબ અખ્તરે જણાવ્યું વિરાટ કોહલી પોતાના કરિયરમાં કુલ કેટલી સદી બનાવશે

PC: babacric.in

પાકિસ્તાની પૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તરે પોતાના નિવેદન વચ્ચે પોતે લાઇમલાઇટ મેળવે છે. હવે શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઇને ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે પોતાના કરિયરમાં વિરાટ કોહલી કુલ કેટલી સદી બનાવશે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર 186 રનની ઇનિંગ રમી હતી અને પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 75 સદી પૂરી કરી લીધી છે. એવામાં શોએબ અખ્તરે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા વિરાટ કોહલીની સદીઓને લઇને પોતાની વાત રાખી અને આશા વ્યક્ત કરી કે, જ્યારે વિરાટ કોહલી પોતાનું કરિયર સમાપ્ત કરશે તો તેની પાસે 110 સદી હશે.

શોએબ અખ્તરે પોતાની વાત આગળ રાખતા કહ્યું કે, વિરાટ કોહલીએ ફોર્મમાં કમબેક કરવાનું હતું, એટલે મારા માટે આ કોઇ નવી વાત નથી. તેના પર કેપ્ટન્સીનો દબાવ હતો, આખરે હવે તે માનસિક રૂપે આઝાદ છે. હવે તે ફોકસ સાથે રમી રહ્યો છે અને આગળ પણ રમતો રહેશે. મને પૂરો ભરોસો છે કે, તે 110 સદી લગાવશે અને સચિન તેંદુલકરના 100 ઇન્ટરનેશનલ સદીઓના રેકોર્ડને તોડી દેશે. હવે તેની પાસે કેપ્ટન્સીનો ભાર નથી અને તે એક વર્લ્ડ ક્રિકેટનો કિંગ બનીને રમતો રહેશે.

વર્લ્ડ ક્રિકેટમાં સચિન તેંદુલકર સૌથી વધુ સદી બનાવનારા એકમાત્ર બેટ્સમેન છે. સચિન તેંદુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી બનાવી છે. વિરાટ કોહલી હવે આ સમયે 75 સદી બનાવીને બીજા નંબર છે. જો વિરાટ કોહલી આ જ પ્રકારે સદી બનાવતો રહેશે તો એ દિવસ દૂર નથી, જ્યારે સચિનના રેકોર્ડને તોડી દેશે. એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન વિરુદ્ધ T20માં વિરાટ કોહલીએ સદી બનાવીને ફોર્મમાં વાપસી કરી હતી. ત્યારબાદથી અત્યાર સુધી તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 5 સદી બનાવી ચૂક્યો છે. વન-ડેમાં 3, T20 અને ટેસ્ટમાં અત્યાર સુધી ઓગસ્ટ 2022થી લઇને 15 માર્ચ 2023 વચ્ચે 1-1 સદી બનાવી ચૂક્યો છે.

આ પહેલા ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ પણ વિરાટ કોહલીની સદી પર વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, એ સંભવ છે કે વિરાટ કોહલી હવે સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે. આ સમયે વિરાટ કોહલીની ઉંમર અને ફિટનેસને જોતા મને લાગી રહ્યું છે કે તે 100 કરતા પણ વધુ સદી લગાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે, તે અત્યારે માત્ર 34 વર્ષનો છે, પરંતુ તેની ફિટનેસ કોઇ 24 વર્ષીય ખેલાડી જેવી છે. તે પહેલા જ 75 સદી લગાવી ચૂક્યો છે અને જેવી રીતે તે રમી રહ્યો છે, મને લાગે છે કે તે ઓછામાં ઓછી 50 સદી વધુ બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp