સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાને લઇ પહેલીવાર શોએબ મલિકે તોડ્યું મૌન

PC: roshankashmir.net

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે આખરે પોતાની પત્ની અને પૂર્વ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાની વાતની અફવાઓ પર મૌન તોડ્યું છે. આ બંનેએ આ વખતની ઈદ સાથે મનાવી નહોતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની વાતો શરૂ થઈ ગઈ હતી અને તેમના છૂટાછેડાની વાત થવા લાગી હતી. શોએબ મલિકે જણાવ્યું કે, એ ખૂબ સારું હોત કે તે આ દિવસે (ઈદ) સાથે હોત, પરંતુ વ્યવસાયી પ્રતિબદ્ધતાઓના કારણે એમ થયું નથી.

સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં કેટલાક શૉઝ કરી રહી છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે, મારી અને સાનિયા મિર્ઝા વચ્ચે સંબંધ સારા નથી તો તમે શું કહેવા માગો છો? એવું કશું જ નથી અને ઈદ પર હું એ જ કહેવા માગીશ કે કાશ અમે બંને સાથે હોતા, પરંતુ તે IPLમાં કેટલાક શૉ કરી રહી છે. આ કારણે અમે સાથે નથી, પરંતુ હંમેશાંની જેમ પ્રેમ શેર કરીએ છીએ.

શોએબ મલિકે જિયો ટીમના શૉ સ્કોર પર વાત કરતા કહ્યું કે, મને તેની ખૂબ યાદ આવે છે, જે હું કહી શકું છું. તેણે આગળ કહ્યું કે, કેટલીક વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ છે, પરંતુ ઈદ એક એવો દિવસ છે જ્યારે તમે એ લોકોને ખૂબ યાદ કરો છો, જે તમારી નજીક છે. તો છૂટાછેડાને લઈને ન તો મેં કોઈ નિવેદન આપ્યું છે કે ન તો તેણે કંઈ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2018માં એ બંને એક દીકરાના માતા-પિતા બન્યા હતા.

સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ કરી હતી, ત્યારબાદ બંને વચ્ચે છૂટાછેડાની વાત સામે આવી હતી. સાનિયા મિર્ઝાએ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ટેનિસને અલવિદા કહી દીધું હતું અને ત્યારબાદ વર્ષ 2023માં વુમેન્સ પ્રીમિયર લીગ (WPL) અગાઉ સીઝનમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) મહિલા ટીમની મેન્ટર બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp