Video: શ્રેયસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુમાવ્યો પિત્તો, આ સવાલ પર ગુસ્સે ભરાયો

PC: hindustantimes.com

ભારતની મેજબાનીમાં વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન થઈ રહ્યું છે. જેમાં અત્યાર સુધી ભારતીય ટીમ પોતાની એક પણ મેચ હારી નથી. ગુરુવારે રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી. ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર શૉટ બૉલ વિરુદ્ધ થોડો પરેશાન નજરે પડે છે, કેટલાક સમયથી આ તેની નબળાઈ પણ રહી છે. આ જ કરણ છે કે વિપક્ષી ટીમો ઇનિંગની શરૂઆતમાં તેને શૉટ બૉલથી ખૂબ પરેશાન કરતી નજરે પડે છે, પરંતુ ગુરુવારે સાંજે વાનખેડેના મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ તેને શૉટ બૉલને સારી રીતે ટેકલ કર્યા આ પુલ લગાવતા ખૂબ રન બનાવ્યા.

શ્રેયસ ઐય્યરે શ્રીલંકા વિરુદ્ધ 82 રનોની શાનદાર ઇનિંગ રમી, જેના દમ પર ભારતીય ટીમ 357ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. જ્યારે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ ઐય્યરને એક પત્રકારે શૉટ બૉલને નબળાઈ બતાવી તો તે ગુસ્સે થઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પત્રકારે પૂછ્યું કે, વર્લ્ડ કપની શરૂઆતથી જ શૉટ બૉલ તમારી સમસ્યા રહી છે, પરંતુ આજે આપણે ખૂબ શાનદાર શોટ્સ જોયા. તમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચ માટે કેવી તૈયારી કરશો, આપણે બધા જાણીએ છીએ કે શૉટ બૉલમાં તેઓ કેટલા માહિર છે.

તેના પર શ્રેયસ ઐય્યરે કહ્યું કે, જ્યારે તમે મારા માટે સમસ્યાની વાત કરી રહ્યા છો તો તેનો શું અર્થ છે? પત્રકારે કહ્યું કે, પ્રોબ્લેમ નહીં મતલબ તમને પરેશાન કરે છે. શ્રેયસ ઐય્યરે તેના જવાબમાં કહ્યું કે, મને પરેશાન કરે છે? શું તમે જોયું છે કે મેં કેટલા પુલ શોટ્સ રમ્યા છે, જેમાં ઘણી બાઉન્ડ્રી પણ ગઈ છે. જો તમે બૉલને હિટ કરશો તો તમે કોઈ પણ રીતે આઉટ થઈ શકો છો. પછી તે એક શૉટ બૉલ હોય કે ઓવરપીચ બૉલ. જો હું બે કે 3 વખત શૉટ પણ ન રમી શકતો નથી. અમે એક ખેલાડી તરીકે કોઈ પણ બૉલ પર આઉટ થઈ શકીએ છીએ.

તેણે આગલ કહ્યું કે, આ બધુ તમારા લોકો તરફથી આ બધો માહોલ બહાર બનાવવામાં આવ્યો છે અને આ જ કારણે તમારા લોકોના મનમાં એ ચાલતું રહે છે અને તમે એ જ બધી વસ્તુઓ પર કામ કરતા રહો છો. હું મુંબઈ આવું છું અને વાનખેડેની પીચ પર હું ખૂબ રમ્યો છું. જ્યાં ભારતના અન્ય મેદાનોની પીચોની તુલનામાં વધુ બાઉન્સ જોવા મળે છે. હું મોટા ભાગની મેચ અહી રમ્યો છું અને આ જ કારણે મને સારી રીતે ખબર છે કે બાઉન્સ બૉલને કયા પ્રકારે રમવાનું છે. તમે જ્યારે બાઉન્સ બૉલ પર હિટ કરવા જાવ છો તો તમે આઉટ પણ થઈ શકો છો. ક્યારેક તે તમારા પક્ષમાં પણ જાય છે. એવું થઈ શકે છે કે હું જ્યારે એવા બૉલને મારવા ગયો છું અને મોટા ભાગના સમયે આઉટ થયો છું, જેના કારણે તમે બધા વિચારો છો કે એ મારા માટે સમસ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp