ભારતીય ટીમને મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝથી આ ખેલાડી થયો બહાર

PC: BCCI

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝના શરૂઆતના બરાબર એક દિવસ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇજાના કારણે મિડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યરની જગ્યાએ રજત પાટીદારને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ ઐય્યરને પીઠમાં ઇજા થવાના કારણે સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે રિહેબિલટેશન માટે શ્રેયસ ઐય્યરને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) મોકલવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર માટે ગત વર્ષ એટલે કે વર્ષ 2022 ખૂબ શાનદાર રહ્યું હતું. તે ભારતીય ટીમ માટે વન-ડે ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો હતો. તેણે 17 મેચોમાં 724 રન બનાવ્યા હતા, પરંતુ આ નવા વર્ષે 2023ની શરૂઆત તેના માટે સારી ન રહી. શ્રેયસ ઐય્યરે આ વર્ષે 3 મેચ રમી છે. શ્રેયસ ઐય્યરે શ્રીલંકા વિરુદ્ધની વન-ડે સીરિઝની 3 મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા, જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ ઐય્યરે 2 ટેસ્ટ મેચ રમી હતી. તેમાં બે અડધી સદી બનાવી હતી.

એટલે કે શ્રેયસ ઐય્યર વર્ષ 22ની જેમ આ વર્ષે જલવો દેખાડી શક્યો નથી. હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝથી પણ બહાર થઈ ગયો છે. ટોપ ઓર્ડરનો બેટ્સમેન રજત પાટીદાર હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. 29 વર્ષીય રજત પાટીદારે મધ્ય પ્રદેશ તરફથી રમતા છેલ્લી 5 ફર્સ્ટ ક્લાસ મેચોની 8 ઇનિંગમાં એક સદી સિવાય 4 અડધી સદી બનાવી છે. આ શાનદાર પ્રદર્શનના આધાર પર તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની શરૂઆત બુધવાર (18 જાન્યુઆરી)થી થશે. પહેલી મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં થશે. જ્યારે બીજી વન-ડે મેચ 21 જાન્યુઆરીના રોજ રાયપુર અને ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં થશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યાથી રમાવાની છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની વન-ડે ટીમ:                                      

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એસ. ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રજત પાટીદાર, વૉશિંગટન સુંદર, શાહબાજ અહમદ, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp