26th January selfie contest

આ ખેલાડીએ બીજો ચાન્સ પણ ગુમાવ્યો, શું ત્રીજી T20 મેચમાં તેની છૂટ્ટી પાક્કી?

PC: twitter.com

ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. જેમને ચાન્સ મળે છે, તેઓ તેને બે હાથે પકડી લેવા માટે શાનદાર પ્રદર્શન કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પરંતુ કેટલાક ખેલાડી તેમાં સફળ થઇ શકતા અને ધીરે-ધીરે ટીમમાંથી સાઇડ લાઇન થઇ જાય છે. એવી જ રીતે રડાર પર હવે સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ પહોંચી ગયો છે. ટેસ્ટ અને વન-ડેમાં પોતાના શાનદાર ખેલાડી સાબિત કરી ચૂકેલો શુભમન ગિલને શ્રીલંકા વિરુદ્ધ સીરિઝની પહેલી T20 મેચમાં ડેબ્યૂ કરવાનો ચાન્સ મળ્યો હતો, પરંતુ શુભમન ગિલ તેનો ફાયદો ઉઠાવી ન શક્યો.

ત્યારબાદ પણ સીરિઝમાં કેપ્ટન્સી સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ બીજી T20 મેચમાં પણ શુભમન ગિલને ચાન્સ આપ્યો, પરંતુ આ વખતે પણ કેપ્ટનને નિરાશા જ મળી. શુભમન ગિલ પર હવે ભારતની T20 ટીમાંથી બહાર થવાનું જોખમ મંડરાઇ રહ્યું છે. હાલમાં ભારતીય ટીમ અને શ્રીલંકા વિરુદ્ધ સીરિઝ 1-1થી બરાબરી પર છે અને સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ શનિવારે (જાન્યુઆરીના રોજ) રાજકોટમાં રમશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ નિર્માણક મેચમાં શુભમન ગિલને ચાન્સ મળે છે કે પછી તેને બહાર કરીને ઋતુરાજ ગાયકવાડને રમાડવામાં આવે છે.

શુભમન ગિલે પોતાની શરૂઆતી બંને T20 મેચોમાં કુલ 12 રન બનાવ્યા છે. તેણે સીરિઝની પહેલી મેચમાં 5 બૉલ રમીને 7 રન બનાવ્યા હતા. આ મેચમાં મહિષ તીક્ષ્ણાએ શુભમન ગિલને LBW કર્યો હતો, જ્યારે બીજી મેચમાં શુભમન ગિલે 3 બૉલમાં માત્ર 5 રન બનાવ્યા. આ વખત તેને કસૂન રજિથાએ આઉટ કર્યો. શુભમન ગિલના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 12 ટેસ્ટ મેચમાં 32ની એવરેજથી 736 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તો 15 વન-ડે મેચમાં 57.25ની એવરેજથી 687 રન બનાવ્યા છે, તેમાં પણ શુભમન ગિલના નામે 1 સદી સામેલ છે. તો 2 T20 ઇન્ટરનેશનલ મેચમાં 6ની એવરેજથી 12 રન બનાવ્યા છે.

જો મેચની વાત કરીએ તો બીજી મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે  કુસાલ મેન્ડિસ (52) અને કેપ્ટન દાસૂન સનાકા (56)ની મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રનનો સ્કોર બનાવ્યો હતો. 207 રનના વિશાળ ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને રન માત્ર 190 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બેટિંગ કરતા અક્ષર પટેલે 31 બૉલમાં 65 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તો સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 51 રન બનાવ્યા. અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે છઠ્ઠી વિકેટ માટે 91 રનોની પાર્ટનરશિપ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp