અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ ગિલને હૉસ્પિટલમાં કરાયેલો દાખલ, હવે આવ્યું આ અપડેટ

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી મેચ મિસ કરી હતી અને હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ ઉપલબ્ધ નહીં હોય. તેને ડેન્ગ્યૂના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગિલનું પ્લેટલેટ કાઉન્ટ પડી ગયું હતું. હવે તેને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. આ ભારતીય ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે.

11 ઓક્ટોબરના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાશે, પરંતુ આ મેચ માટે શુભમન ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હીની યાત્રા નહીં કરે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની પોતાની બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. આ મેચમાં સ્ટાર ખેલાડી શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે બહાર થઈ ગયો છે. આ અગાઉ તે ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ રમી નહોતો શક્યો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એગાઉ જણાવ્યું હતું કે, શુભમન ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હીની યાત્રા નહીં કરે, પરંતુ શુભમન ગિલ મેડિકલ ટીમ સાથે ચેન્નાઈમાં જ રહેશે.

શુભમન ગિલને થોડા દિવસ અગાઉ ચેન્નાઈમાં સખત તાવ આવી ગયો હતો અને જ્યારે તેનું ટેસ્ટ કરવામાં આવ્યું તો તેનામાં ડેન્ગ્યૂ નીકળ્યો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી નહોતી.શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સામેની પહેલી મેચથી બહાર થયા બાદ રોહિત શર્માએ ઇશાન કિશનને ઓપનિંગ કરવાનો અવસર મળ્યો હતો, પરંતુ ઇશાન કિશને પહેલી મેચમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. જો કે, અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ શુભમન ગિલ બહાર થયા બાદ કિશન જ ઓપનિંગ કરી શકે છે. શુભમન ગિલ ચેન્નાઈમાં રહીને મેડિકલ ટીમ સાથે ડેન્ગ્યૂથી રિકવર કરશે અને જલદી જ ટીમમાં વાપસી કરશે.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેના માટે આ નિર્ણય ખોટો સાબિત થયો અને ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 199 રન જ બનાવી શકી.  200 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને માત્ર 2 રનના સ્કોર પર 3 વિકેટ દીધી હતી. જો કે, ત્યારબાદ વિરાટ કોહલી અને કેલ રાહુલે ભારતની ઇનિંગ સંભાળીને 165 રનની ભાગીદારી કરીને મેચ પોતાના પક્ષમાં લઈ ગયા હતા. ભારતીય ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp