ગિલે પાકિસ્તાન સામેની મેચ પહેલા કહ્યું- ટીમ કોઇ પણ રીતે દબાણમાં નથી, શાહીન...

એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજની મેચમાં 32 બોલમાં 10 રનની ઈનિંગ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલરો સામે અસહજ દેખાતા ભારતીય ઓપનર શુભમન ગીલે મોટું નિવેદન આપ્યું છે.
શુભમન ગિલે કહ્યું કે પાકિસ્તાનની સામે ઇન્ટરનેશનલ લેવલ પર વધારે નહીં રમવાને કારણે શાહીન શાહ આફ્રીદી અને હારિસ રઉફ જેવા બોલરોનો સામનો કરવો પડકારરૂપ હતો. ભારતના ટોપ ઓર્ડરના બેસ્ટમેનો આફ્રીદીની અંદર આવતી બોલથી પરેશાની અનુભવે છે.
શુભમન ગિલે પાકિસ્તના સામે રવિવારે રમાનારી સુપર-4 સ્ટેજ મેચ પહેલાં કહ્યું કે, અમે પાકિસ્તાન સામે એટલી મેચ નથી રમ્યા જેટલી અન્ય ટીમો સામે રમ્યા છે. અમે બધા જાણીએ છીએ કે તેમનું બોલિંગ આક્રમણ ઘણું સારું છે અને જ્યારે તમે વારંવાર આવી બોલિંગ સામે નહીં રમતા હો તો મોટી ટૂર્નામેન્ટમાં થોડો ફરક તો પડે જ છે. ભારત અને પાકિસ્તાન ની ટીમ વર્લ્ડકપ અને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થતી હોય છે.
ગિલે કહ્યું કે તે શાહીનના પડકારનો સામનો કરવા માટે ખાસ કરીને ડાબા હાથના થ્રો-ડાઉન નિષ્ણાત નુવાન સેનેવિરત્ને સામે અભ્યાસ પર ભરોસો કરે છે. ગિલે કહ્યું કે ચોક્કસપણે તાલીમથી મદદ મળી છે તેણે કહ્યું. નુવાન છેલ્લા સાત-આઠ વર્ષથી અમારી સાથે છે. વિવિધતા હોવી સારી છે. અમારી પાસે જમણા હાથના નિષ્ણાત રઘુ, અલગ પ્રકારની એક્શનના નિષ્ણાત દયાનંદ ગરાની અને ડાબા હાથના નિષ્ણાત છે. તમે કોઈપણ પરિસ્થિતિમાં રમો છો, તે મદદ કરે છે.
શુભમન ગિલે આગળ કહ્યું કે, પાકિસ્તાનના ફાસ્ટ બોલરો ખાસ્સા અલગ પ્રકારના છે. તેમની પોતાની ખાસિયત છે. શાહિદ બોલને ખાસ્સી સ્વિંગ કરે છે.નશીમ શાહ સ્પીડ પર ધ્યાન આપે છે અને તેને વિકેટથી મદદ પસંદ છે. તેઓ અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ પડકારો આપે છે.
ગિલે કહ્યું કે અગાઉની મેચની વિરુદ્ધ આવતીકાલની મેચમાં હાવી થવું પડશે. તેણે કહ્યુ કે ઓપનીંગ બેસ્ટમેન તરીકે અમારે સારી શરૂઆત કરવા અને શરૂઆતથી જ હાવી થવું જરૂરી છે.
ગિલે કહ્યુ કે રોહિત શર્મા એવો ખેલાડી છે જેને ઉંચા શોટ મારવાના પસંદ છે અને મને પાવર પ્લેમાં જમીની શોટ મારવાના વધારે પસંદ છે. અમારું આ સંયોજન સારું કામ કરે છે. અમે શોટની પસંદગી અને પરિસ્થિતિઓ સામે અલગ-અલગ રીત અપનાવીએ છીએ.જેને કારણે વિરોધી ટીમોને અમને રોકવાનું મુશ્કેલ પડે છે.
અગાઉની મેચમાં પાકિસ્તાની બોલર્સના સારા પ્રદર્શન પછી પણ ગિલનું માનવું છે કે ટીમ કોઇ પણ રીતે દબાણમાં નથી. ગિલે કહ્યું કે સીનિયર લેવલે પાકિસ્તાનની સામે આ મારી પહેલી મેચ હતી. એ એક અલગ પ્રકારનું પ્રેસર હતું. આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં તમે અફઘાનિસ્તાન, નેધરલેન્ડ કે પાકિસ્તાન કોઇ પણ ટીમ સામે રમો થોડું દબાણ તો રહે જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp