અમદાવાદ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનને લઇને થયો ખુલાસો, કમિન્સના આવવા..

PC: BCCI

હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાવાની છે. બંને ટીમો વચ્ચે મેચની શરૂઆત 9 માર્ચથી થશે. આ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયા તરફથી પુષ્ટિ કરી દેવામાં આવી છે કે ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન્સીની જવાબદારી સ્ટીવ સ્મિથના હાથોમાં જ હશે અને નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પોતાની માતા સ્વાસ્થ્ય ગંભીર રૂપે ખરાબ થવાના કારણે ન આવવાનો નિર્ણય લીધો છે.

ઇન્દોર ટેસ્ટમાં પણ સ્ટીવ સ્મિથે જ ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરી હતી અને ટીમે તેની આગેવાનીમાં સીરિઝમાં પોતાની પહેલી જીત હાંસલ કરી હતી. ગયા મહિને દિલ્હીમાં બીજી ટેસ્ટ પૂરી થાય બાદ સ્વદેશ જવા રવાના થયેલા પેટ કમિન્સ સિડનીમાં પોતાની માતા સાથે જ રહેશે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયન રિપોર્ટ મુજબ પેટ કમિન્સની માતા મારિયા સ્તન કેન્સરથી પીડિત છે અને તેને પોલીએટિવ કેરમાં રાખવામાં આવ્યા છે. આ રીતે પેટ કમિન્સ હવે ટેસ્ટ સીરિઝનો હિસ્સો નહીં હોય.

જો કે, ભારત વિરુદ્ધ 17 માર્ચથી શરૂ થનારી વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી તેને જ સોંપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ બાબતે કોઇ જાણકારી નથી મળી કે પેટ કમિન્સ વન-ડે સીરિઝ માટે ભારત આવશે કે નહીં. સ્ટીવ સ્મિથે પોતાની કેપ્ટનસીથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. તેણે ખેલાડીઓનો કુશળતાથી ઉપયોગ કર્યો હતો અને બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાના બદલવાથી ભારતીય બેટ્સમેનોને કોઇ પ્રકારના લયમાં આવવા દીધા નહોતા.

સ્ટીવ સ્મિથે પૂર્ણ રૂપે કેપ્ટન્સીને લઇને કહ્યું હતું કે, તેનો સમય સમાપ્ત થઇ ચૂક્યો છે અને આ પેટ કમિન્સની ટીમ છે. જો કે, તેણે સ્વીકાર્યું હતું કે તેને ભારતમાં કેપ્ટન્સી કરવાનું ખૂબ પસંદ આવે છે. તેણે કારણ બતાવતા કહ્યું હતું કે, તે અહીંની પરિસ્થિતિને સારી રીતે જાણે છે અને અહી દરેક બૉલ એક ઇવેન્ટ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ ઐય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકાર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, જયદેવ ઉનડકટ

ભારત વિરુદ્ધ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:

ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુસેન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કોમ્બ, કેમરોન ગ્રીન, આલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, નાથાન લાયન, ટોડ મર્ફી, મેથ્યુ કુહ્નેમેન. મિચેલ સ્વેપ્સન, મેથ્યૂ રેનશૉ, સ્કોટ બોલેન્ડ, લાન્સ મોરિસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp