લંકા પ્રીમિયર લીગની લાઈવ મેચમાં ફીલ્ડરની નજીકથી નિકળ્યો સાપ, જુઓ Video

PC: cricketcountry.com

શ્રીલંકામાં હાલના દિવસોમાં લંકા પ્રીમિયર લીગ(LPL) ચાલી રહી છે. આ લીગ ક્રિકેટની જગ્યાએ અન્ય કારણોને લઇ ચર્ચામાં આવી રહી છે. આ લીગની એક લાઇવ મેચમાં તે સમયે લોકો ચોંક્યા જ્યારે મેદાનની અંદર મોટો સાપ ઘૂસી ગયો. લાઇવ મેચ દરમિયાન મેદાનની અંદર સાપના આવી જવાથી ખેલાડીઓ જ નહીં પણ ફેન્સ પણ ડરી ગયા. એ વાત સારી રહી કે સાપે કોઇને નુકસાન ન પહોંચાડ્યું. નાના બ્રેક પછી મેચ ફરી શરૂ કરવામાં આવી.

આ ઘટના લંકા પ્રીમિયર લીગમાં 12 ઓગસ્ટના રોજ 15મી મેચમાં બી લવ કેંડી અને જાફના કિંગ્સની વચ્ચેની મેચમાં બની. આ મેચમાં સાપે અચાનક મેદાન પર એન્ટ્રી મારી. સાપ ફીલ્ડિંગ કરી રહેલા ઈસરુ ઉદાનાની નજીકથી પસાર થયો. ફીલ્ડિંગ સમયે ખેલાડીનો પગ સાપ પર પડવાનો જ હતો કે તેને આભાસ થયો કે સાપ છે અને દૂર જતો રહ્યો. આ રીતે સાપના ડંખથી ખેલાડી જેમ તેમ બચ્યો.

ત્યાર પછી સાપને બાઉન્ડ્રીની નજીક પસાર થતો જોવામાં આવ્યો. આ પહેલીવાર નથી કે જ્યારે સાપે લંકા પ્રીમિયર લીગમાં ખલેલ પહોંચાડી હોય. આ પહેલા પહેલી ઓગસ્ટના રોજ રમાયેલી મેચમાં પણ સાપ મેદાનમાંથી નિકળ્યો હતો.

સાપના મેદાનમાંથી નીકળ્યા પછી કૈંડી ટીમે જાફના કિંગ્સને 8 રને માત આપી. કૈંડીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 178 રન કર્યા. જેમાં મોહમ્મદ હેરિસે 81 રનનો ફાળો આપ્યો. તો જવાબમાં જાફના કિંગ્સની ટીમના શોએબ મલિકે હાફ સેન્ચ્યુરી મારી છતાં 170 રન જ બનાવી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp