કંઈક તો ખોટું થઈ રહ્યું છે... ઝહીરે ભારતીય ફાસ્ટ બોલરોની ફિટનેસનો પર્દાફાશ કર્યો

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને કહ્યું કે તે 'આશ્ચર્ય' અનુભવે છે કે, ઘણા ઝડપી બોલરો વારંવાર થતી ઈજાઓને કારણે મેદાનની બહાર બેસીને સમય વિતાવી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે, ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે કે, તેમને આવી 'ગંભીર ઈજાઓ' થઈ રહી છે. ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર રહેલા જસપ્રિત બુમરાહ ઉપરાંત જમણા હાથના ફાસ્ટ બોલર દીપક ચહર અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ ઈજાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર છે. ચહરે વર્તમાન IPLમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ માંસપેશીઓની ઈજાને કારણે તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વચ્ચેની કેટલીક મેચ તે રમી શક્યો ન હતો, જ્યારે પ્રસિદ્ધને પીઠમાં સમસ્યા હતી, જેના પરિણામે તેણે સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું.

મીડિયા સાથે વાત કરતા ઝહીરે કહ્યું, 'તમારી જેમ મને પણ આ વાતથી આશ્ચર્ય થાય છે. તમે બોલરોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ કેટલાક બેટ્સમેનો પણ ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યા છે. આ મારી સમજની બહાર છે અને ચોક્કસપણે સંયોજન સાથે કંઈક લેવા દેવા છે. તેણે કહ્યું, 'કેટલીક બાબતોને ધ્યાનથી જોવાની જરૂર છે કે, તેઓ સમગ્ર સિઝનમાં શું કરી રહ્યા છે, તેમની તાલીમ અને તેમના આરામમાંથી બહાર આવવાનો ગુણોત્તર અને અન્ય ઘણી બાબતો.' 

ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, 'હકીકતમાં શું ચાલી રહ્યું છે, તે માત્ર એક શબ્દમાં કહેવું (વર્ણન કરવું) ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હું કહીશ કે હા, ક્યાંકને ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે, કારણ કે આ તમામ ખેલાડીઓને આટલી મોટી ઈજાઓ થઇ રહી છે. પરંતુ ઝહીર આ IPLમાં અન્ય બે અગ્રણી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી ખુશ હતો. 

તેણે કહ્યું, 'તેને રમતા જોવું અદ્ભુત છે. તેણે વસ્તુઓને સરળ રાખી છે, જે જરૂરી છે. હું કહું છું કે, પાવરપ્લેમાં રમવાનો આ યોગ્ય રસ્તો છે અને બોલરો (તેના જેવા) આ પ્રકારના ઉદાહરણ આપતા રહ્યા છે, વસ્તુઓને સરળ રાખી રહ્યા છે અને ફોર્મેટની જટિલતાઓમાં ફસાઈ જતા નથી.' ઝહીરે કહ્યું કે, શમી અને સિરાજ માટે વ્યસ્ત IPL તેમના વર્કલોડને વધારે અસર ન કરે, કારણ કે ટેસ્ટ મેચની સરખામણીમાં બોલિંગ કરવા માટે ઓછા ઓવર હોય છે. 

ભારતીય ટીમે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમવાની છે. અગાઉ, ફાસ્ટ બોલરે ચાલુ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે જે રીતે ઉમરાન મલિકને હેન્ડલ કર્યો છે અને તેનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેની ગતિએ બધાને પ્રભાવિત કર્યા છે. ઝહીરે કહ્યું, 'મને લાગે છે કે ઉમરાન મલિકને ફ્રેન્ચાઇઝી દ્વારા સારી રીતે સાંભળવામાં આવ્યો નથી. સનરાઇઝર્સ તેની સેવાઓનો વધુ સારો ઉપયોગ કરી શક્યા હોત અને તે સ્પષ્ટ છે.' 

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ ઝહીરે જણાવ્યું હતું કે, સ્ટ્રાઈક-પેસર જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચરની ગેરહાજરી છતાં ફ્રેન્ચાઈઝીએ સારું પ્રદર્શન કર્યું છે. તેણે કહ્યું, 'જ્યારે તમે મુંબઈ ઈન્ડિયન્સ વિશે વાત કરો છો અને જ્યારે તમે જુઓ છો કે, સિઝન ચાલી રહી છે, ત્યારે તે સરળ સિઝન નથી રહી (કારણ કે) પહેલા બુમરાહ અને પછી જોફ્રા આર્ચર આઉટ થયા. બોલિંગની દ્રષ્ટિએ તે મુશ્કેલ સીઝન રહી છે પરંતુ બેટિંગ ઘણી સારી રહી છે, હું તેને આવી રીતે જ જોઉં છું. 

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.