ગાવસ્કરે ભારતીય ટીમને આપી મહત્ત્વની સલાહ, 2001ની ઐતિહાસિક ટેસ્ટનો કર્યો ઉલ્લેખ

PC: espncricinfo.com

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે મહત્ત્વની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, ભારતીય ટીમનો સૌથી પહેલો ટારગેટ એવો હોવો જોઈએ કે તે ફોલોઓન બચાવે અને ત્યારબાદ જેટલી ઓછી થઈ શકે લીડ ઓછી કરે. તેમણે આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કોચ જસ્ટિન લેંગરને યાદ અપાવ્યું કે કઈ રીતે વર્ષ 2001ના ઇડેન ગાર્ડન ટેસ્ટ દરમિયા ફોલોઓન રમવા છતા ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલના ત્રીજા દિવસની રમત સમાપ્ત થાય બાદ ભારતીય ટીમની સ્થિતિ કફોળી છે.

ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે પહેલી ઇનિંગમાં શાનદાર ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં ભારતીય ટીમની પહેલી ઇનિંગ 296 રન પર જ સમેટાઇ ગઈ. ભારત તરફથી સૌથી વધુ રન અજિંક્ય રહાણે (89) રન બનાવ્યા, તો રવીન્દ્ર જાડેજાએ 48 રન અને શાર્દૂલ ઠાકુરે 51 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. તો ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 123 રન બનાવીને 296 રનની લીડ હાંસલ કરી લીધી છે.

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન ભારતીય ટીમને ફોલોઓન બચાવવાની સલાહ આપી હતી અને તેમ થયુ પણ. તેમણે વર્ષ 2001ની ટેસ્ટ મેચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2001માં રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણે એ જબરદસ્ત પાર્ટનરશિપ કરી હતી. માફ કરજો હું તમને (જસ્ટિન લેંગર) યાદ અપાવવા માગું છું કે બંનેએ લગભગ 2 દિવસ સુધી બેટિંગ કરી રહી. ભારતે છેલ્લા દિવસે વાપસી કરીને જીત હાંસલ કરી હતી. ત્યારબાદ અંતિમ ટેસ્ટ પણ જીતી હતી. મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયા ફોલોઓન રમાડવા માગશે.

જો તે એમ કરે છે તો ભારતીય ટીમ સારી બેટિંગ કરે છે તો પછી તે મુશ્કેલીમાં આવી શકે છે. ભારત પાસે ક્ષમતા છે, ભલે પહેલી ઇનિંગમાં તેણે કેટલીક ભૂલો કરી. અંતિમ દિવસે જ્યારે બૉલ ટર્ન થશે તો જાડેજા ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે એટલે ભારતીય ટીમનો પહેલો ટારગેટ હોવો જોઈએ કે તે 269 રનને પાર કરી જાય અને લીડ જેટલી ઓછી હોય એટલી ઓછી કરે. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ જ ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતીય ટીમને ફોલોઓન કરી નથી અને તે બીજી ઇનિંગ રમી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp