શરમજનક હાર બાદ સંજુએ એમ શા માટે કહ્યું કે- માફ કરજો, મારી પાસે તેનો જવાબ નથી

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 60મી મેચમાં ગ્રાઉન્ડ પર ઉતરી હશે તો સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે પ્લેઓફ પહેલા તેની આવી હાલત થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકતરફી મેચ જીતી લીધી. મેચ બાદ જ્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટીમના ખરાબ પ્રદર્શન બાબતે પૂછવામાં આવ્યું તો તેની પાસે કોઈ જવાબ નહોતો. જીત માટે 172 રનનો લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનની ટીમ IPL ઇતિહાસમાં ત્રીજા સૌથી ઓછા સ્કોર પર સમેટાઇ ગઈ.

રાજસ્થાન રોયલ્સ માત્ર 10.3 ઓવર જ બેટિંગ કરી શકી અને તેણે 112 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો. વેન પાર્નેલ (10/3), માઇકલ બ્રેસવેલ (16/2) અને કરન શર્મા (19/2)ની શાનદાર બોલિંગ સામે શિમરોન હેટમાયર (35 રન) સિવાય રાજસ્થાનનો કોઈ પણ બેટ્સમેન ન ચાલી શક્યો. પાવરપ્લેમાં અડધી ટીમ 28 રન પર પોવેલિયન ફરી ગઈ અને ત્યારબાદ બહાર ન આવી શકી. લીગના બીજા હાફમાં સતત ખરાબ પ્રદર્શન બાબતે પૂછવામાં આવતા સંજુ સેમસને કહ્યું કે, વાસ્તવમાં એ એક મોટો પ્રશ્ન છે. હું તેની બાબતે વિચારી રહ્યો હતો અને ક્યાં ભૂલ થઈ. માફ કરજો મારી પાસે તેનો કોઈ જવાબ નથી.

અનુભવી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ સહિત રાજસ્થાનના 4 બેટ્સમેન શૂન્ય પર આઉટ થઈ ગયા, જ્યારે સંજુ સેમસન માત્ર 4 જ રન બનાવી શક્યો. સંજુ સેમસને કહ્યું કે, IPL એક એવું ટૂર્નામેન્ટ છે, જ્યાં થોડા જ દિવસોમાં ઉલટફેર થઈ શકે છે. આપણે બધા IPL બાબતે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે, થોડા દિવસોમાં વસ્તુ બદલાઈ શકે છે. લીગ ચરણોમાં અંતમાં મજેદાર વસ્તુઓ થાય છે. અમારે મજબૂત થવું પડશે. વ્યવસાયી થવું પડશે અને આ રમત બાબતે વિચારવું પડશે.

મોટી હારના કારણે રાજસ્થાન રોયલ્સની નેટ રન રેટ ખરાબ થઈ છે. ટીમ 13 મેચોમાં 12 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા નંબર પર છે. સંજુ સેમસને કહ્યું કે, ટીમની યોજના પાવરપ્લેમાં વધુ રન બનાવવાની હતી કેમ કે પછી રન બનાવવા મુશ્કેલ હોત. જો કે, આ યોજના નિષ્ફળ રહી. અમે સામાન્ય રીતે પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરીએ છીએ, પરંતુ આજે એમ ન થઈ શક્યું. અમારા પ્રદર્શનનું આંકલન કરવામાં થોડો સમય લાગશે. T20 ક્રિકેટની આ જ પ્રકૃતિ હોય છે. જ્યારે તમને ખબર હોય છે કે પીચ પછી ધીમી થઈ જશે તો તે હજુ વધારે જરૂરી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp