સૌરવ ગાંગુલીએ જણાવ્યું કંઈ 4 ટીમો રમશે વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલ

PC: livemint.com

ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ કપ 2023નું આયોજન પૂર્ણ રૂપે ભારત કરી રહ્યું છે. આ અગાઉ ભારત પાડોશી દેશો સાથે મળીને વર્લ્ડ કપનુ આયોજન કરતો આવ્યો છે. તો આ વખત વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ હિસાબે આખી દુનિયાની નજરો ભારતીય ટીમ પર ટકેલી છે. તો દુનિયા ભરના પૂર્વ દિગ્ગજ ખેલાડી વર્લ્ડ કપ 2023 માટે પોતાની ટોપ-4 સેમીફાઈનાલિસ્ટ માટે ટીમ પસંદ કરી રહ્યા. આ અનુસંધાને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ સામેલ થયું છે. તેમણે પણ પોતાની ટોપ-4 સેમીફાઇનાલિસ્ટ ટીમોની સિલેક્શન કર્યું છે.

સૌરવ ગાંગુલીએ પોતાની ટોપ-4 ટીમો પસંદ કરી લીધી છે. ખાસ વાત છે કે આ લિસ્ટમાં તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને પણ સામેલ કર્યું છે. તો તેમને પોતાની 4 ટીમોમાં ભારતને પણ પસંદ કરી છે. જેણે છેલ્લી વખત વર્ષ 2011માં વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. એ સિવાય તેમણે વર્લ્ડ કપ પર સૌથી વધુ વખત કબજો કરનારી ઓસ્ટ્રેલિયા સહિત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પણ પોતાની પસંદગીની ટીમમાં સામેલ કરી છે. એ સિવાય ચોથા નંબર પર સૌરવ ગાંગુલીએ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પર ભરોસો વ્યક્ત કર્યો છે.

સૌરવ ગાંગુલી દ્વારા પસંદ કરવામાં આવેલી ટોપ-4 ટીમો:

ભારત

ઓસ્ટ્રેલિયા

ઇંગ્લેન્ડ

ન્યૂઝીલેન્ડ/પાકિસ્તાન.

શું 10 વર્ષનું સૂકું સમાપ્ત થઈ જશે?

વર્ષ 2013 બાદ ભારતીય ટીમ કોઈ પણ ICC ટ્રોફી જીતવામાં સફળ થઈ શકી નથી. ભારતીય ટીમે વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. એ સિવાય ભારતીય ટીમ વર્ષ 2011માં વન-ડે વર્લ્ડ કપ પર પણ કબજો કર્યો હતો. એવામાં આ વખત પણ વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે અને એવામાં આ ભારતીય ટીમ માટે પોતાના 10 વર્ષના સુકાને સમાપ્ત કરવાનો સોનેરી અવસર હશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી શરૂ થવાનું છે.

સૌરવ ગાંગુલીએ પણ પોતાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને વર્ષ 2003માં થયેલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી હતી. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 359 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતીય ટીમ 234 રન પર જ સમેટાઇ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ ટ્રોફી ઉપાડવામાં સફળ થઈ શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp