ત્રીજી ટેસ્ટ અગાઉ ગાંગુલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઇને કરી મોટી ભવિષ્યવાણી

PC: mid-day.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, દિગ્ગજ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી મોટા ભાગે ચર્ચામાં છવાયેલા રહે છે. તેઓ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા કોઇક ને કોઇક મુદ્દાના કારણે ચર્ચામાં બન્યા રહે છે. આ સમયે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે 4 મેચોની રોચક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઇ રહી છે, જેની પહેલી બે ટેસ્ટ મેચ ભારતીય ટીમે પોતાના નામે કરી લીધી છે. સીરિઝની આગામી મેચ 1 માર્ચથી ઇન્દોરમાં રમવાની છે.

આ અગાઉ ભારતીય ટીમના દિગ્ગજ સૌરવ ગાંગુલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઇને ભવિષ્યવાણી કરી છે, જેને સાંભળીને ઓસ્ટ્રેલિયન પક્ષમાં અફરાતફરી મચવી નક્કી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતે ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવવી જોઇએ. સૌરવ ગાંગુલીનું માનવું છે કે, કન્ડિશન ભારતના પક્ષમાં છે અને ઓસ્ટ્રેલિયન ટીમને જીત હાંસલ કરવા માટે પૂરી તાકત લગાવવી પડશે. રેવ સ્પોર્ટ્સ સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું 4-0થી જોઇ રહ્યો છું.

ઓસ્ટ્રેલિયન ટીમ માટે ભારતીય ટીમને હરાવવી મુશ્કેલ હશે. આ પરિસ્થિતિઓમાં આપણે સારી ટીમ છીએ. ભારતે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ 6 વિકેટે જીતી લીધી હતી હતી અને તેની સાથે જ સીરિઝમાં 2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ‘પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તેણે મેચમાં 10 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે 7 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 2 મેચમાં 17 વિકટ લીધી છે. તો તેણે 8ની એવરેજથી 96 રન બનાવ્યા છે.

દિલ્હી ટેસ્ટમાં મળેલી જીત સાથે જ ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફીને પણ યથાવત રાખી છે. ઓસ્ટ્રેલિયા માટે સીરિઝમાં બરાબરી કરવાનું પણ મુશ્કેલ થવાનું છે. બોર્ડર ગાવસ્કર સીરિઝ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમના અભિયાનની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. તે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 132 રનથી હારી ગઇ હતી.

છેલ્લી બે ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

ભારત વિરુદ્વ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ, એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, પિટર હેંન્ડસકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp