BCCI અધ્યક્ષની ખુરશી ગયા બાદ સૌરવ ગાંગુલીની વાપસી, IPLમાં મળી આ જવાબદારી

PC: cnbctv18.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટને ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. સૌરવ ગાંગુલી હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દિલ્હી કેપિટલ્સ ટીમ માટે એક મોટી જવાબદારી નિભાવતા નજરે પડશે. દિલ્હી કેપિટલ્સે સૌરવ ગાંગુલોને પોતાના ડિરેક્ટર ઓફ ક્રિકેટ બનાવ્યા છે. BCCI અધ્યક્ષ પદ પરથી છુટ્ટી થાય બાદ આ પહેલી વખત છે જ્યારે સૌરવ ગાંગુલી ક્રિકેટ સાથે જોડાયેલી કોઇ મોટી પોસ્ટ પર વાપસી કરી રહ્યા છે.

અત્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી સૌરવ ગાંગુલીના રોલને વિસ્તારથી સમજાવ્યો નથી, પરંતુ અન્ય ટીમોના ઉદાહરણને જોતા તેઓ એક મેન્ટર સાથે-સાથે કોચિંગ લીડરશિપ રોલમાં પણ નજરે પડી શકે છે. સૌરવ ગાંગુલી પહેલા પણ IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ 2019માં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના મેન્ટર હતા. જો કે, આ વખતે તેમનો રોલ કંઇક મોટો હોય શકે છે કેમ કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ IPL સિવાય દક્ષિણ આફ્રિકા લીગ અને દુબઇ ક્રિકેટ લીગમાં પણ ટીમો ખરીદી છે.

સૌરવ ગાંગુલીએ ઓક્ટોબર 2022માં BCCIના અધ્યક્ષ પદ છોડ્યું છે કેમ કે તેમણે બીજા કાર્યકાળ માટે એક્સટેન્શન મળ્યું નહોતું. સૌરવ ગાંગુલી 3 વર્ષ સુધી BCCIના અધ્યક્ષ પર પર ઉપસ્થિત હતા, પરંતુ હવે ફરીથી IPLમાં નજરે પડવાના છે. દિલ્હી કેપિટલ્સમાં સૌરવ ગાંગુલીની જોડી કોચ રિકી પોન્ટિંગ સાથે બનશે. BCCI અધ્યક્ષના રૂપમાં સૌરવ ગાંગુલી માટે છેલ્લું વર્ષ ખૂબ વિવાદો ભરેલું રહ્યું છે.

વિરાટ કોહલીને વન-ડેની કેપ્ટન્સીથી હટાવવા પર કહ્યું હતું કે, વિરાટ કોહલી સાથે વાત કર્યા બાદ જ બધા નિર્ણય લીધા. તેનાથી વિરુદ્ધ વિરાટ કોહલીએ નિવેદન આપતા કહ્યું હતું કે, તેની સાથે કોઇએ વાત કરી નથી. ગાંગુલી પાસે BCCI અધ્યક્ષ બન્યા રહેવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે આગળ આ પદ માટે અરજી ન આપી અને રોજર બિન્નીએ તેમની જગ્યા લીધી.

દિલ્હી કપિટલ્સની ટીમ:

રિષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, રોવમન પોવેલ, અક્ષર પટેલ, કમલેશ નાગરકોટી, લલીત યાદવ, મિચેલ માર્શ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, સરફરાઝ ખાન, વિકી ઓસ્તવાલ, યશ ધુલ, અમન ખાન, એનરિક નોર્કિયા, કુલદીપ યાદવ, લુંગી એનગિડી,  મુસ્તફિઝુર રહમાન, ખલીલ અહમદ, ફિલ સોલ્ટ, ઇશાંત શર્મા, મુકેશ કુમાર, મનીષ પાંડે અને રિલી રોસો.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત અકસ્માતનો શિકાર થયા બાદ ડેવિડ વોર્નરને IPL 2023માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવી શકાય છે. જો રિષભ પંત ફિટ થઇ જાય છે તો તે જ કેપ્ટન્સી સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp