વિરાટ કોહલીના કેપ્ટન્સી છોડવા પર પહેલી વખત ગાંગુલીએ તોડ્યું મૌન, જણાવ્યું સત્ય

PC: sportskeeda.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પહેલી વખત વિરાટ કોહલી દ્વારા ભારતીય ટીમની કેપ્ટન્સી છોડવાને લઈને પોતાનું મૌન તોડ્યું. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, કેપ્ટન્સી છોડવાને લઈને વિરાટ કોહલી પર કોઈ પણ પ્રકારનો કોઈ દબાવ બનાવવામાં આવ્યો નહોતો અને તેણે પોતે ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી હતી. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2021થી અગાઉ કહ્યું હતું કે, તે T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. ત્યારબાદ તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે વન-ડે ટીમની કેપ્ટન્સી આપવામાં આવી નહોતી અને પછી તેણે આ પ્રવાસ પર રમાયેલી રમાયેલી ટેસ્ટ સીરિઝ (15 જાન્યુઆરી 2022) બાદ જ ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી છોડી દીધી હતી.

વિરાટ કોહલીએ જે સમયે ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી હતી, એ સમયે સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ હતા. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, BCCI એ વાત માટે તૈયાર નહોતી કે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન્સી છોડી દેશે. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે વિરાટ કોહલીએ કયા કારણે કેપ્ટન્સી છોડી હતી અને તેનું કારણ માત્ર તે જ બતાવી શકે છે. વિરાટ કોહલીના અચાનક કેપ્ટન્સી છોડ્યા બાદ રોહિત શર્મા કેપ્ટન્સી માટે બેસ્ટ ઓપ્શન હતો અને પછી તેને કેપ્ટન્સી સોંપવામાં આવી.

મારો રોહિત શર્મા ઉપર વિશ્વાસ છે કેમ કે તે અને મહેન્દ્ર સિંહ ધોની 5 વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી જીત્યા છે અને એ જીતવી સરળ નથી. સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટન્સીને લઈને એવો ખુલાસો કરવામાં આવ્યો. આ અગાઉ તેમણે ક્યારેય આ બાબતે ખૂલીને કઈ કહ્યું નહોતું. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને મળેલી હાર બાબતે ગાંગુલીએ વાત કરતા કહ્યું કે ભારતની હાર નિરાશ કરનારી હતી અને આ ટીમમાં જોશની કમી દેખાઈ.

સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું કે, ભારતીય ટીમે હારનો ડર પોતાના પર હાવી કરી લીધો હતો, પરંતુ હું ભારતીય ટીમનો કેપ્ટન હોત તો પ્લેઇંગ ઇલેવનમાં રવિચંદ્રન અશ્વિનને જરૂર સામેલ કરતો. ભારતીય ટીમ ખૂબ જ શાનદાર છે અને આ ટીમે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા દરેક જગ્યાએ મેચ જીતી છે. આ ટીમ ઓસ્ટ્રેલિયન ટીમથી ખૂબ આગળ દેખાઈ રહી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને એ ટેસ્ટ (બ્રિસ્બેન)માં હરાવી હતી, જ્યારે ન વિરાટ કોહલી, ન રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બૂમરાહ પણ નહોતા.

આ વખત ફાઇનલમાં બધાને આશા હતી કે ભારત જીતશે, પરંતુ પહેલા દિવસના બે સેશનમાં ભારત ખૂબ પાછળ રહી ગયું અને ત્યારબાદ રિકવરી ન થઈ શકી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનું જોખમ ન ઉઠાવ્યું અને એ ટીમની સૌથી મોટી ભૂલ હતી. એ મેચમાં મને ક્યાંયથી પણ ન લાગ્યું કે ભારતીય ટીમ ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. આમ આ ટીમમાં કુશળતા છે કે તે જીતી શકે છે, પરંતુ આ વખત એવું ન થઈ શક્યું. સૌરવ ગાંગુલીએ વન-ડે વર્લ્ડ કપ 2023 બાબતે વાત કરતા કહ્યું કે, આ મોટા ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમે માનસિક રૂપે મજબૂત થવું જરૂરી છે. ભારતીય ટીમમાં ટેલેન્ટની કોઈ કમી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp