સૌરવ ગાંગુલીએ IPL 2023 માટે રિષભ પંતના રિપ્લેસમેન્ટને લઈને આપ્યું મોટું અપડેટ

PC: indiatoday.in

દિલ્હી કેપિટલ્સ (DC)નો  કેપ્ટન રિષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નો હિસ્સો નહીં હોય. રિષભ પંતને ગયા વર્ષના અંતમાં થયેલા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને આ કારણે તેને રિકવરી કરવામાં સમય લાગવાનો છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી રિષભ પંત સાથે વાત કરી નથી અને તે જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. ગયા વર્ષે દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની ગાડીનો ગંભીર અકસ્માત થઈ ગયો હતો.

આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ તેને દેહરાદૂન સ્થિત મેક્સ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પછી તેને મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. જો કે, હવે રિષભ પંત પોતાના ઘરે પહોંચી ચૂક્યો છે અને ફેન્સ સાથે પોતાની રિકવરીનું સમય સમય પર અપડેટ આપતો રહે છે. બુધવારે તેણે એક વીડિયો શેર કર્યો. જેમાં તે સ્વિમિંગ પુલમાં સ્ટીકના સહારે ચાલતો નજરે પડી રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો કે, તેમણે અત્યાર સુધી રિષભ પંત સાથે વાત કરી નથી અને તે જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. તેમણે કહ્યું કે, મેં તેની સાથે વાત કરી નથી. હું તે જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. તે એક યુવા લડાકુ છે. તે માત્ર 23 વર્ષનો છે. તેની પાસે કમબેક માટે પૂરતો સમય છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રિષભ પંતના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.

જ્યારે આ બાબતે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કેમ્પ બાદ નિર્ણય લઈ લેવામાં આવશે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, એ અત્યારે નક્કી નથી. અમે કેમ્પ બાદ નિર્ણય લઈશું. IPL 2023માં દિલ્હી કેપિટલ્સ પોતાના અભિયાનની શરૂઆત 1 એપ્રિલથી કરશે. ટીમની પહેલી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ છે અને આ મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનૌમાં રમાશે.

IPL 2023 માટે દિલ્હીની ટીમ:

રિષભ પંત, પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, યશ ઢુલ, રોવમન પોવેલ, એનરિક નોર્ત્જે, કમલેશ નાગરકોટી, મુશ્તફિઝુર રહમાન, લૂંગી એનગિડી, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, મિચેલ માર્શ, લલીત યાદવ, રિપલ પટેલ, વિકી ઓસ્તવાલ, અમન ખાન, ઈશાંત શર્મા, ફિલ સાલ્ટ, મનીષ પાંડે, મુકેશ કુમાર, રિલી રૂસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp