સૌરવ ગાંગુલીએ T20 ટીમના સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ, બોલ્યા- રોહિત, કોહલી પાસે...

PC: hindustantimes.com

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ભારતીય ટીમે આગામી મહિને 5 મેચોની T20 સીરિઝ રમવાની છે. આ T20 સીરિઝ માટે બુધવારે (5 જુલાઇના રોજ) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાના હાથોમાં હશે. તો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટીમનો હિસ્સો નહીં હોય. હવે T20 ટીમના સિલેક્શન પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સૌરવ ગાંગુલીએ T20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ન હોવા પર સવાલ ઉઠાવ્યા છે. સૌરવ ગાંગુલીના જણાવ્યા મુજબ, આ બંને દિગ્ગજ ખેલાડી અત્યારે પણ T20 ક્રિકેટમાં ભારતીય ટીમ માટે યોગદાન આપી શકે છે. સૌરવ ગાંગુલીએ એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘હકીકતમાં તમારે બેસ્ટ ખેલાડીઓને પસંદ કરવા જોઈએ. તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ કોણ છે. મારું મંતવ્ય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની જ અત્યારે પણ T20 ક્રિકેટમાં જગ્યા છે.

તેમણે કહ્યું કે, હું સમજી શકતો નથી કે વિરાટ કોહલી કે રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલ કેમ નહીં રમી શકે. વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર ફોર્મમાં હતો. જો તમે મને પૂછો તો બંનેની જ T20 ક્રિકેટમાં જગ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય IPL સ્ટાર્સ રિન્કુ સિંહ, ઋતુરાજ ગાયકવાડ અને જીતેશ શર્મા પણ T20 ટીમમાં જગ્યા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, યુવા ખેલાડી પ્રદર્શન યથાવત રાખે, તેમનો ટાઇમ જરૂર આવશે.

તેમણે બસ રમવાનું ચાલુ રાખવાનું છે અને પ્રદર્શન કરતા રહેવાનું છે. માત્ર 15ને ટીમમાં પસંદ કરી શકાય છે અને 11 રમી શકે છે. એટલે કોઈએ ચૂકવું જ પડશે. મને પૂરો ભરોસો છે કે તેમનો સમય આવશે. નવા ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાનીમાં આ સિલેક્શન સમિતિની પહેલી બેઠક હતી. અગરકરને આ મહિને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. જોવા જઈએ તો અગરકરે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝ માટે યુવા ખેલાડીઓ પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે. આ T20 ટીમમાં 30 કરતા વધુ ઉંમરના માત્ર 2 ખેલાડી છે, જેમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું નામ સામેલ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી વન-ડે 27 જુલાઇ, બ્રિજટાઉન

બીજી વન-ડે: 29 જુલાઇ, બ્રિજટાઉન

ત્રીજી વન-ડે: 1 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી T20: 3 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

બીજી T20: 6 ઑગસ્ટ, ગુયાના.

ત્રીજી T20: 8 ઑગસ્ટ, ગુયાના.

ચોથી T20: 12 ઑગસ્ટ, ફ્લોરિડા.

પાંચમી T20:13 ઑગસ્ટ, ફ્લોરિડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp