26th January selfie contest

20 ઓવરમાં વિન્ડિઝની ટીમે 258 રન બનાવ્યા પછી આવ્યો ડી'કોક અને તેણે 44 બોલમાં...

PC: twitter.com/ICC

દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી લીધી. વેસ્ટ ઇન્ડીઝે દક્ષિણ આફ્રિકાને જીત માટે 259 રનનો ટારગેટ આપ્યો હતો, જેને મેજબાન ટીમના બેટ્સમેનો નાનો સાબિત કરી દીધો. દક્ષિણ આફ્રિકન ટીમે 7 બૉલ બાકી રહેતા જ આ ટારગેટ હાંસલ કરી દીધો. T20 ઇન્ટરનેશનલ ઇતિહાસમાં તે સોથી સફળ રન ચેઝ રહ્યો. સેન્ચુરિયનમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે સીમિત 20 ઓવરમાં 5 વિકેટના ગુમાવીને 258 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

જોનસન ચાર્લ્સે માત્ર 46 બૉલમાં 118 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 11 સિક્સ અને 10 ફોર સામેલ હતા. જોનસન ચાર્લ્સે આ દરમિયાન 39 બૉલમાં જ સદી બનાવી નાખી, જે T20 ઇન્ટરનેશનલમાં વેસ્ટ ઇન્ડીઝના કોઇ ખેલાડીની સૌથી ફાસ્ટ સદી રહી. જોનસન ચાર્લ્સ સિવાય કાઇલ મેયર્સે 27 બૉલમાં 5 સિક્સ અને 4 ફોરની મદદથી 51 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તો રોવમન પોવેલ, રોમારિયો શેફર્ડ અને ઓડિયન સ્મિથે ક્રમશઃ 28, 19 અને 11 રન બનાવ્યા.

માર્કો જેનસેને દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ 3 વિકેટ લીધી, તો વેન પાર્નેલે 2 વિકેટ લીધી. સિસાન્ડા મગાલાએ 4 ઓવર્સની સ્પેલમાં 67 રન આપ્યા અને તે પોતાની ટીમનો સૌથી મોંઘો બોલર રહ્યો. મોટા સ્કોર સામે દક્ષિણ આફ્રિકન બેટ્સમેન ભયભીત ન થયા. પરિણામે ક્વિન્ટન ડી કોક અને રિઝ હેન્ડ્રિક્સે વિસ્ફોટક બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ પાવરપ્લેમાં જ 102 રન બનાવી નાખ્યા. આ દરમિયાન ક્વિન્ટન ડી કોકે 15 બૉલમાં જ અડધી સદી બનાવી નાખી.

બંને બેટ્સમેન કેરેબિયન બોલરોની ધોલાઇ ચાલૂ રાખી ક્વિન્ટન ડી કોકે 43 બૉલમાં 9 ફોર અને 8 સિક્સની મદદથી પોતાની સદી પણ પૂરી કરી લીધી. જો કે, તે સદી બનાવ્યા બાદ તરત જ રેમન રિફરના બૉલ પર આઉટ થઇ ગયો. જ્યારે ક્વિન્ટન ડી કોક (100) પર આઉટ થયો તો દક્ષિણ આફ્રિકાનો સ્કોર 10.5 પવારમાં 1 વિકેટના નુકસાન પર 152 રન હતો. ડી કોક આઉટ થવા છતા દક્ષિણ આફ્રિકાનો દબદબો ચાલુ રહ્યો. રિજા હેન્ડ્રિક્સ (68), એડન માર્કરમ (38*), હેનરી ક્લાસેન (16*), રિલો રોસો (16)એ મહત્ત્વનું યોગદાન આપતા ટીમને યાદગાર જીત અપાવી. રિજા હેન્ડ્રિક્સે 28 બૉલમાં 68 રનોની ઇનિંગ રમી. કેપ્ટન એડેન માર્કરમે 21 બૉલની ઇનિંગમાં 4 ફોર અને એક સિક્સ લગાવ્યો.

આ મેચમાં કુલ 517 રન બન્યા, જે કોઇ એક T20 મેચમાં સૌથી વધુ છે. આ અગાઉ પાકિસ્તાન સુપર લીગ 2023માં મુલ્તાન સુલ્તાન્સ અને ક્વેટા ગ્લેડિએટર્સ વચ્ચે થયેલી મેચમાં 515 રન બન્યા હતા. ત્યારે મુલ્તાન સુલ્તાન્સે 262 રન બનાવ્યા હતા, જેમાં જવાબમાં ક્વેટાની ટીમે 253 રન બનાવી નાખ્યા હતા. T20માં બીજી વખત એમ થયું કે રનચેઝ દરમિયાન કોઇ ટીમે T20 ક્રિકેટમાં 250 રનનો આંકડાને સ્પર્શ કર્યો. વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગમાં 22 અને દક્ષિણ આફ્રિકન ઇનિંગમાં કુલ 13 સિક્સ લાગ્યા.

T20માં સૌથી વધુ રન કોઇ મેચમાં:

517-દક્ષિણ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઇન્ડીઝ, સેન્ચુરિયન, 2023

515-ક્વેટા ગ્લેડિએટર્સ વર્સિસ મુલ્તાન સુલ્તાન્સ, રાવલપિંડી 2023

501-ટાઇટન્સ વર્સિસ નાઇટ્સ, પોટચેફસટ્રુમ, 2022

497-સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ વર્સિસ ઓટાગો, ન્યૂ પ્લાયમાઉથ 2016

493 જમૈકા વર્સિસ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ, કિંગસ્ટન 2019

489 વેસ્ટ ઇન્ડીઝ વર્સિસ ભારત, લોડરહિલ 2019

T20માં સૌથી સફળ રન ચેઝ:

259/4 દક્ષિણ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઇન્ડૂઝ, સેન્ચુરિયન 2023

25/5 ઓસ્ટ્રેલિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ, ઑકલેન્ડ 2018

236/6 વેસ્ટ ઇન્ડીઝ વર્સિસ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ 2015

230/8 ઇંગ્લેન્ડ વર્સિસ દક્ષિણ આફ્રિકા, મુંબઇ 2016

226/5 ઇંગ્લેન્ડ વર્સિસ દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2020.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp