IPLની આ વખતે બહુ મજા નહીં આવે એવી ચર્ચા, આ સ્ટાર ખેલાડીઓ જ નથી દેખાવાના

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત 31 માર્ચથી શરૂ થવાની છે એટલે કે હવે તેની શરૂઆત થવામાં માત્ર 2 જ દિવસ બચ્યા છે. તેને લઈને બધી ટીમો પોત પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો આ તૈયારીઓ વચ્ચે ખેલાડીઓનો પોતાની ટીમો સાથે જોડાવાનો સિલસિલો ચાલી રહ્યો છ. જો કે, આ બધા વચ્ચે ક્રિકેટની આ મોટી લીગની શરૂઆત અગાઉ કેટલીક ટીમો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે IPLની શરૂઆતી મેચોમાં કેટલાક ખેલાડી એક્શનમાં નજરે નહીં પડે.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, IPLની 16મી સીઝનની શરૂઆતી મેચોમાં દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડી રમતા નજરે નહીં પડે. દક્ષિન આફ્રિકન ટીમે આ મહિનાની અંતમાં નેધરલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ રમવાની છે. દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે આ સીરિઝ 31 માર્ચથી 2 એપ્રિલ વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકન ટીમના દૃષ્ટિકોણથી આ સીરિઝ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે જો દક્ષિણ આફ્રિકાએ ભારતમાં થનારા વર્લ્ડ કપ 2023માં સુધા ક્વાલિફાઈ કરવું હોય તો તેમને આ સીરિઝ કોઇ પણ પરિસ્થિતિમાં જીતવી જ પડશે.

આ કારણે આ મહત્ત્વપૂર્ણ સીરિઝને જોતા ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાણકારી આપી દીધી છે કે આ સીરિઝમાં ટીમના મોટા ખેલાડીઓની જરૂરિયાત છે. એવામાં દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડીઓ આ સીરિઝ બાદ IPLમાં પોત પોતાની ટીમો સાથે જોડાઈ શકશે. દક્ષિણ આફ્રિકન ટીમના ખેલાડીઓ IPLની શરૂઆતી મેચોમાં ન આવવાથી મોટું નુકસાન સનરાઇઝર્સ હૈદરાબાદને થશે. ટીમનો કેપ્ટન એડેન માર્કરમ સિવાય હેનરિક ક્લાસેન અને માર્કો જેનસેન જેવા સ્ટાર ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ છે. એવામાં તેમનું ન હોવું ટીમ માટે મોટું નુકસાન હોય શકે છે અને હવે જોવાનું એ પણ રહેશે કે આ ટીમ માટે શરૂઆતી મેચોમાં કેપ્ટન્સી કોણ કરે છે.

દક્ષિણ આફ્રિકન ખેલાડી ન હોવાથી આ ટીમોને થઇ શકે છે નુકસાન:

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): એડેન માર્કરમ, હેનરિક ક્લાસેન, માર્કો જેનસન

દિલ્હી કેપિટલ્સ (DC): એનરિક નોર્ત્જે, લુંગી એનગિડી

મુંબઈ ઇન્ડિયન્સ (MI): ટ્રિસ્ટન સ્ટબ્સ અને સંભવતઃ ડેવાલ્ડ બ્રેવિસ

ગુજરાત ટાઈટન્સ (GT): ડેવિડ મિલર

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): ક્વિન્ટન ડી કોક

પંજાબ કિંગ્સ (PBKS): કાગીસો રબાડા.

IPL ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે આ વખતે IPLમા દર વખત જેવી મજા નહીં આવે કારણ કે સારા-સારા મોટા ખેલાડીઓ આ વખતે IPLમા દેખાવાના નથી, જેમાં જસપ્રીત બૂમરાહ, રિષભ પંત, શ્રેયસ ઐયર, જોની બેરિસ્ટો, રિચર્ડસન, કાઇલ જેમિસન જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp