એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાના કેપ્ટન શનાકાને ભારે પડી આ ભૂલો

PC: twitter.com/ICC

ભારતીય ટીમે મોહમ્મદ સિરાજની બોલિંગની મદદથી કોલંબોમાં એશિયા કપ 2023ની ટ્રોફી પોતાના નામે કરી. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકન ટીમને સરળતાથી હરાવી દીધી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એ ખોટો સાબિત થયો અને તે માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી. તેના જવાબમાં ભારતીય ટીમે 6.1 ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી. આ મેચમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની ભૂલો આખી ટીમ પર ભારે પડી ગઈ. મેચને જોઈને એમ લાગ્યું જેમ ભારતે ટ્રોફી જીતી નથી, પરંતુ શ્રીલંકાએ જીતાડી દીધી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય:

શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. કોલંબોમાં વરસાદની સંભાવના હતી. જો તે પહેલા બૉલિંગનો નિર્ણય લેતો તો મેચ અલગ દિશામાં પહોંચી શકતી હતી. ભારત માટે જીત સરળ નહોતી. કોલંબોમાં જે પીચ પર ભારત-શ્રીલંકાની મેચ થઈ, તે નવી અને સ્પિન ફ્રેન્ડલી હતી. એવી સ્થિતિમાં કેપ્ટન શનાકા માટે તેનો જ નિર્ણય ભારે પડી ગયો.

સ્પિન ફ્રેન્ડલી પીચે રંગ બદલ્યો:

કોલંબોની પીચ નવી અને સ્પિન ફ્રેન્ડલી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અહીં પહેલા બેટિંગ કરવા માગતો હતો, પરંતુ શનાકાએ ટોસ જીત્યો અને પોતે જ બેટિંગનો નિર્ણય લીધો. સ્પિન ફ્રેંડલી પીચે ફાસ્ટ બોલરોનો ભરપૂર સાથ આપ્યો અને મેચ પલટાઈ ગઈ. જો શનાકા પહેલા બેટિંગ દરમિયાન શરૂઆતી વિકેટ પડ્યા બાદ રણનીતિક બદલાવ કરતો તો તેના માટે ફાયદાકારક સાબિટ થઈ શકતું હતું.

સિરાજ સામે શ્રીલંકન બેટ્સમેનોએ ટેકવ્યા ઘૂંટણ:

શ્રીલંકન ઓપનર ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા. સિરાજ સામે કોઈ ટકી ન શક્યું. એવી સ્થિતિમાં કેપ્ટન શનાકા અને ટોપ ઓર્ડર્સ બેટ્સમેનોએ ટાંકીને બેટિંગ કરવાની જરૂરિયાત હતી. શ્રીલંકન ખેલાડીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો.

9 ખેલાડીઓએ ડબલ ડિજિટનો આંકડો પણ ન બનાવ્યો:

શ્રીલંકન 9 ખેલાડી ડબલ ડિજિટ સ્કોર પર આઉટ થઇ ગયા. પથૂન નિસંકા 2 રન બનાવીને આઉટ થયો. પરેરા, સમરવિક્રમા, કેપ્ટન દાસુન શનાકા, અસલંકા અને પથિરાના શૂન્ય પર આઉટ થયા. ધનંજય ડી સિલ્વા 4 રન બનાવીને આઉટ થયો. વેલ્લાલાગે 8 રન અને મધુશન 1 રન બનાવીને આઉટ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp