શું વેચાઇ ગઇ WWE? સાઉદી અરબની કંપનીએ ખરીદી, CEOએ આપ્યું રાજીનામું

PC: ndtv.com

અમેરિકાના પોપ્યુલર પ્રોફેશનલ રેસલિંગ ઇવેન્ટ WWEને લઇને બુધવારે વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, WWEએ સાઉદી અરબના પબ્લિક ઇનવેન્ટમેન્ટ ફંડે ખરીદ્યું છે. તેના અનુમાન ત્યારે હજુ તેજ થઇ જવા લાગ્યા જ્યારે સ્ટેફની મેકમોહન અને વિન્સ મેકમોહને બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. DAZN proના રિપોર્ટ મુજબ, વિન્સ અને સ્ટેફની પાસે WWEના મોટા ભાગના શેર હતા, જે હવે વેચાઇ ચૂક્યા છે.

પિતા-પુત્રીની જોડીએ કંપનીને પબ્લિક સ્ટોક માર્કેટથી હટાવી દીધી હતી અને પ્રાઇવેટ બિઝનેસ તરીકે આગળ વધાર્યો. ત્યારબાદ હવે તેને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. WWEને દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ રેસલિંગ કંપની માનવામાં આવે છે, જે વર્ષ 1999 બાદ જ દુનિયાના અલગ-અલગ દેશોમાં ધૂમ મચાવી રહી છે. મેકમોહન પરિવાર દ્વારા આ કંપની બનાવવામાં આવી હતા, પરંતુ ત્યારબાદ તેને પબ્લિક કરી દેવામાં આવી હતી. હવે વેચવા પહેલા તેને ફરી પ્રાઇવેટ કરી દેવામાં આવી છે. વિન્સ મેકમોહને ગયા વર્ષે જુલાઇમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે તેના પર આરોપ લાગ્યા હતા.

એવામાં તેની દીકરી સ્ટેફની જ બધી જવાબદારી સંભાળી રહી હતી, પરંતુ બુધવારે સવારે તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે WWEના કો-CEO પદ પર હતી. જો કે, સ્ટેફનીના પતિ અને સ્ટાર રેસલર ત્રિપલ એચ અત્યારે પણ કંપની સાથે જોડાઇ રહેશે. WWE ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે. સેકડો દેશોમાં તેનું પ્રસારણ કરવામાં આવે છે. તેમાં ભારતના પણ ઘણા સ્ટાર્સ છે, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. સ્ટેફની મેકમોહને એક સત્તાવાર નિવેદનમાં લખ્યું કે, નિકના નેતૃત્વ અને મુખ્ય અધિકારીના રૂપમાં પોલ ‘ત્રિપલ એચ’ લેવેસ્ક સાથે છે. મને વિશ્વાસ છે કે, WWEને કન્ટેન્ટ આપવા માટે એકદમ યોગ્ય જગ્યા છે.

આમ WWEને સાઉદી અરબ વેચવાના સમાચાર પર હેરાની ન હોવી જોઈએ કેમ કે, વિન્સે પોતાના ઈરાદા પહેલા જ જાહેર કરી દીધા હતા કે તે પોતાની વાપસી બાદ કંપનીને વેચી દેશે. વિન્સે ગયા વર્ષે જુલાઈમાં WWEના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું કેમ કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, WWEએ તેની વિરુદ્ધ યૌન દુરાચાર માટે એક તપાસ શરૂ કરી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, વિન્સે પોતાની કંપની સાથે જોડાયેલી 4 મહિલાઓને 12 મિલિયન ડૉલર કરતા વધુની ચૂકવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp