મેદાન પર બાખડ્યા જોની બેયરસ્ટો અને સ્ટીવ સ્મિથ, જુઓ વીડિયો
એશેજ સીરિઝ 2023ની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 237 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ, ત્યારબાદ દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 116 રન બનાવતા પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન મેદાનમાં ખૂબ ગરમાગરમી પણ જોવા મળી. સ્ટીવ સ્મિથ અને ઇંગ્લિશ વિકેટકીપર જોની બેયરસ્ટો વચ્ચે મેદાન પર વિવાદ થયો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ દરમિયાન બની હતી. સ્ટીવ સ્મિથ 28મી ઓવરના ચોથા બૉલ પર મોઈન અલીનો શિકાર થઈ ગયો. સ્ટીવ સ્મિથે એક ખરાબ શૉટ રમ્યો, ત્યારબાદ બેન ડકેટે સરળ કેચ પકડીને તેની ઇનિંગ સમાપ્ત કરી દીધી. અહી સ્ટીવ સ્મિથ નિરાશ થઈને પોવેલિયન પરત ફરી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન ઇંગ્લિશ વિકેટકીપર જોની બેયરસ્ટોએ તેને કંઈક એવું કહ્યું જેને સાંભળીને સ્ટીવ સ્મિથને ગુસ્સો આવી ગયો. જોની બેયરસ્ટો સ્ટીવ સ્મિથ આઉટ થયા બાદ બોલ્યો ચિયર્સ બાદ મળીએ છીએ.. Smudge (ધબ્બો કે કલંક).
"See ya, Smudge!" 👋
— Sky Sports Cricket (@SkyCricket) July 7, 2023
"What was that, mate?!? HEY!" 😠
Jonny Bairstow getting in Steve Smith's head 👀 pic.twitter.com/PyTKFuaC4s
જોની બેયરસ્ટોના મોઢેથી નીકળેલો ધબ્બો કે કહીએ કલંક શબ્દ સાંભળીને સ્ટીવ સ્મિથ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે જોની બેયરસ્ટો તરફ જોઈને તેને ગુસ્સામાં પૂછ્યું તે શું કહ્યું? જેના જવાબમાં જોની બેયરસ્ટો બોલ્યો, ‘મેં કહ્યું ચિયર્સ.. પછી મળીએ છીએ. આ ઘટના ઘટ્યા બાદ બંને જ ખેલાડીઓએ એક-બીજા પર વધુ ગુસ્સો ન કર્યો. સ્ટીવ સ્મિથે સમજદારી દેખાડતા પરત પોવેલિયન જવાનો નિર્ણય લીધો, તો જોની બેયરસ્ટો પણ ટીમ સાથે સેલિબ્રેશન મનાવવા જતો રહ્યો.
જો વાત કરી આ સીરિઝની તો અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા મેજબાન ટીમ ઇંગ્લેન્ડ પર હાવી નજરે પડી રહી છે. ઇંગ્લેન્ડ પોતાના ઘર પર એશેજ સીરિઝમાં 2-0થી પાછળ છે. જો ઇંગ્લિશ ટીમ હેડિંગ્લે મેચ ગુમાવે છે તો તે મેચ સાથે જ સીરિઝ પણ ગુમાવી દેશે. જો આ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 237 રન પર જ સમેટાઇ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 116 રન બનાવવાની સાથે જ 142 રનની લીડ હાંસલ કરી લીધી છે, પરંતુ ત્રીજા દિવસે વરસાદના કરણે મેચ રોકવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp