બાલ બાલ બચ્યો સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ, સ્ટીવ સ્મિથે ગુમાવ્યો સોનેરી અવસર

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 3 સદી લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરના નામે નોંધાયેલો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચાલી રહેલી 3 મેચોની ટેસ્ટ સીરિઝમાં સ્ટીવ સ્મિથ પાસે વર્લ્ડ રેકોર્ડ તોડવાનો સોનેરી અવસર હતો, પરંતુ તે એમ ન કરી શક્યો. જો કે, સૌથી ફાસ્ટ 30 ટેસ્ટ સદી લગાવવાની બાબતે સ્ટીવ સ્મિથે પોતાના સાથે ખેલાડી મેથ્યુ હેડેન, રિકી પોન્ટિંગ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 30 કે તેનાથી વધુ લગાવનારા માત્ર 14 બેટ્સમેન છે અને સ્ટીવ સ્મિથ પણ હવે તેમાંથી એક છે. સ્ટીવ સ્મિથે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 104 રન બનાવ્યા અને આ તેના કરિયરની 30મી ટેસ્ટ સદી હતી. 30 ટેસ્ટ સદી સુધી પહોંચવા માટે સ્ટીવ સ્મિથે 162 ઇનિંગ રમવી પડી, જ્યારે સચિન તેંદુલકરે 159મી ટેસ્ટ ઇનિંગમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. સ્ટીવ સ્મિથ આ ખાસ લિસ્ટમાં હવે બીજા નંબર પર છે.

સ્ટીવ સ્મિથ બાદ 167 ઇનિંગ સાથે મેથ્યૂ હેડેનનું નામ આવે છે અને પછી 170 ઇનિંગ સાથે રિકી પોન્ટિંગનું નામ. પાંચમા નંબર પર સુનિલ ગાવસ્કર છે જેમણે 174મી ટેસ્ટ ઇનિંગમાં આ જાદુઇ આંકડાને સ્પર્શ કર્યો હતો. મેચની વાત કરીએ તો વરસાદના કારણે સિડની ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ન શકી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 131 ઓવરોમાં 4 વિકેટ ગુમાવીને 475 રન બનાવી લીધા છે. મેટ રેનશૉ 5 અને ઉસ્માન ખ્વાજા 195 રન બનાવીને રમી રહ્યા છે. સ્ટીવ સ્મિથે 192 બૉલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 104 રન બનાવ્યા હતા.

એ સિવાય માર્નસ લાબુશેને 79 અને ટ્રેવિસ હેડે 70 રન બનાવ્યા છે. જો દક્ષિણ આફ્રિકન બોલરોની વાત કરીએ તો એનરિક નોર્તજેને 2 જ્યારે કાંગીસૉ રબાડા અને કેશવ મહારાજને 1-1 વિકેટ મળી છે. ત્રીજા દિવસે પણ વરસાદના કારણે મેચ શરૂ થઇ શકી નથી.

ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મેટ રેનશૉ, એલેક્સ કેરી (વિકેટકીપર) એશ્ટન એગર, પેટ કમિન્સ (કેપ્ટન) નાયન લાયન, જોશ હેઝલવુડ.

દક્ષિણ આફ્રિકન પ્લેઇંગ ઇલેવન:

ડેન એલ્ગર (કેપ્ટન), સરેલ એર્વી, હેનરિક ક્લાસેન, તેમ્બા બાવુમા, ખાયા ઝોન્ડો, કાયલી વેરેની (વિકેટકીપર), માર્કો જેનસેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્તજે, સિમોન હાર્મર.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.